રાજકોટના આજીડેમ વિસ્તાર તેમજ લોધિકા વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી બાઇકોની ચોરી કરનાર બે શખ્સોને સુરેન્દ્રનગર એલસીબી ટીમે દબોચી લીધા હતા. અને ચોરી કરેલા 11 જેટલા બાઇકો સહિત રૂ. 1,32,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.સુરેન્દ્રનગર એલસીબી ના પીઆઇ વી.વી.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સોર્સથી ચોરી જેવા ગુનાઓની તપાસ હાથ ધરી હતી. અને લાખણકા ગામના સાગરભાઇ રણછોડભાઈ જોગરાજીયા અને સંતોષભાઈ ઉર્ફે સુનિલભાઈ વીરજીભાઈ શેખને પકડીને પૂછપરછ કરી હતી. જેમાં તેઓએ રાજકોટના આજીડેમ વિસ્તાર અને લોધિકા વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી રૂ. 1,32,000ની કિંમતના 11 બાઇકની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આ તપાસમાં એલસીબી પીઆઈ વી.વી. ત્રિવેદી, પીએસઆઇ જી.એસ. સ્વામી, એએસઆઈ એમ.આર. રાજપરા અને બી.જે.અલગોતર અને કુલદીપભાઈ બોરીચા. કરસનભાઈ લોહ અને ભરતભાઈ સભાડ વગેરે બંને શખ્સોની ધરપકડ કરી હતી. અને આરોપીઓને ચોટીલા પોલીસ સ્ટેશનને તપાસ સોંપવામાં આવી હતી.ચોટીલામાં વૃંદાવન સોસાયટીમાં મકાન નંબર 22માં રહેતા રમેશભાઈ રૂપાભાઈ સુરેલા ધંધો ડ્રાઇવિંગ ભાડાના મકાનમાં રહે છે. તેમનું બાઇક ઘરની બાજુમાં પાર્ક કરેલું હતું . પરંતુ રમેશભાઈ ઘરની બહાર નીકળતા બાઇક મળી આવેલું ન હતું. તેઓએ આજુબાજુ બાઇકની તપાસ કરતા મળી આવ્યું ન હતું. જ્યારે વૃંદાવન સોસાયટીથી થોડીક આગળ સંસ્કાર હોટલની પાછળ દેવેન્દ્રભાઈ ગોંડલીયાનું બાઇક ઘર પાસે, વાલજીભાઈ સરદારભાઈ સોલંકીનું બાઇક પાર્ક કરેલું કોઈ ઉઠાવી ગયું છે અને યોગીનગર ખિમોઈ હોટલ પાછળ રહેતા હીરાભાઈ ભીમજીભાઇ રબારીનું બાઇક અજાણ્યા શખ્સો ચોરી ગયા હતા.

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |