બનાસકાંઠાના દાંતા તાલુકાના 42 ખેડૂતો સાથે ટ્રેક્ટરની છેતરપિંડી આચરાઈ હતી. 52 ટ્રેક્ટરો આપી લાખો રૂપિયાની છેતરપિંડીને લઇ થોડાં દિવસ પહેલા દાંતા પોલીસ મથકે 21 ટ્રેકટરોની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં પોલીસે બે આરોપી સહિત 23 ટ્રેક્ટર ઝડપી પાડી 92 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અંતરિયાળ વિસ્તારના આદિવાસી સમાજના લોકોના ડોક્યુમેન્ટ લઈ તેમને ટ્રેક્ટર અપાવી 6 માસ અગાઉ દાહોદના બલુભાઇ રત્નભાઈ મેડા તેમજ રાજુસિંહ દરબાર ભાણવાસ સતલાસણા નામના બે ઈસમોએ આ ખેડૂતોને ટ્રેક્ટર છોડાવી આપવાની લાલચ આપી હતી .દાંતા તાલુકામાં કવોરી આવેલી છે અને આ કોરીમાં ટ્રેક્ટર ભાડેથી ફરશે, હપ્તો પણ એ ચુકવશે અને મહિને 20,000 રૂપિયા મળશે.

આવું કહીને 52 જેટલા ટ્રેક્ટર લઈ ગયા હતા. જોકે ત્યારબાદ ખેડૂતને પૈસા મળતા બંધ થઈ ગયા અને હપ્તો પણ ભરાતો ન હતો. ત્યારે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની વાતને લઇને ખેડૂતો ત્યાં શોધખોળ કરતા ટ્રેક્ટર મળ્યા નહોતા. તેમજ ટ્રેક્ટર અપાવનાર ઈસમ પણ ન હતો.

 ત્યારે છેતરપિંડીનો ભોગ બનનાર લોકો પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે 21 ટ્રેક્ટરની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જે તપાસમાં પોલીસે છેતરપિંડી કરનાર બે ઈસમો સહિત 23 ટ્રેક્ટર પણ ઝડપી પાડ્યા હતા. 92 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ પોલીસે વધુ 34 જેટલા ટ્રેક્ટરો માટેની તપાસ હાથ ધરી છે.

52 ટેક્ટરની ચોરીને લઈને છેતરપિંડીનો અહેસાસ થતાં લોકો દાંતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને જ્યાં પોલીસે 21 ટ્રેક્ટરની ફરિયાદ નોંધી હતી. ત્યારે થોડાં જ દિવસોમાં પોલીસે 23 ટ્રેક્ટર ઝડપી બે આરોપીઓની અટકાયત કરતા લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. તેમજ અન્ય 34 જેટલા બાકી ટ્રેક્ટરો પણ કબ્જે કરવામાં આવે તેવી માગ કરી હતી.