ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના લસુન્દ્રા ગામે ગ્રામ વિકાસ અને ગ્રામ ગ્રામ ગૃહ નિર્માણના કેબીનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા લસુન્દ્રા ગામે ભગવાન મહાદેવના દર્શન કરી ગુજરાતના વિકાસની પ્રાર્થના કરવામા આવી. તેમજ જિલ્લા જળ સ્ત્રાવ વિકાસ એકમ અંતર્ગત લસુન્દ્રા પ્રોજેક્ટમાં ચેકડેમ અને ગ્રામ હાટનું ખાતમુહર્ત મંત્રી દ્વારા કરવામાં આવ્યું.

ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી એ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના સુશાસન હેઠણ આજે ગુજરાત ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે, ગુજરાત શિક્ષણ, આરોગ્ય અન ઉદ્યોગોને વધુ વેગવાન બનવવા માટે કટિબદ્ધ છે. ગુજરાત સરકારના પારદર્શી સુશાસનને કારણે વિકાસના તમામ કાર્યો ખાતમુહૂર્તથી શરૂ કરીને લોકાર્પણ સુધી ઝડપથી પૂર્ણ કરી શકાય છે.  

અઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્ર સરકારના ૮ વર્ષ અને વંદે ગુજરાત વિકાસ યાત્રા દ્વારા સરકારના ૨૦ વર્ષની વિકાસગાથા અને સુશાસનની વાત ગામે ગામ સુધી પહોંચી છે. લોકો ઉત્સાહભેર આ કાર્યક્રમોમાં ભાગ લઇ રહ્યા છે ગુજરાત સરકાર પર લોકોએ વિશ્વાસ કરી આજે ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ ગતિ કરી રહ્યું છે. 

જિલ્લા જળ સ્ત્રાવ વિકાસ હેઠળ ચાલતા કાર્યક્રમો મંત્રી એ બિરદાવ્યા. વધુમાં મંત્રી એ ઉમેર્યું કે આજે અધિકારીઓ અને કર્મચારીઓના પ્રામાણિક પ્રયાસથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. આજે ગુજરાતમાં કચ્છ, કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં નર્મદાનું જળ પહોંચ્યું છે. ગુજરાત સરકાર છેવાડાના નાગરિકોને પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે સતત વિચાર કરી રહી છે. કોરોના કાળમાં લગભગ ૮૦ કરોડ લોકોને મફત અનાજ વિતરણ કર્યું છે. માતાના ગર્ભથી જ તેની ચિંતા ગુજરત સરકાર કરે છે.

ખેડા જિલ્લાના વોટર શેડ વિભાગ દ્વારા ૨૦૦૯-૨૦૧૦ થી ૨૦૨૦-૨૦૨૧ સુધી પાણી સંચય અને જળસંગ્રહના કામોમાં ૨૯૩ ચેકડેમ ૩૭ ચેકવાલ, ૧૪૫ તણાવ ઊંડા કરવા કોઝ-વે કમ ચેકડેમ ૯ વેસ્ટવીયર, ૧૪ ગલીપલગ ૧૬૫ કામો મળી કુલ ૧૧૬૦ કામો કરવામાં આવ્યા છે. જેનો કુલ ખર્ચ ૧૯૩૫.૩૦ લાખ થયેલો છે. ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા લસુન્દ્રા ખાતે રૂ ૨,૬૮,૦૦૦ના ચેકડેમ અને ૪,૪૫,૦૦૦ના ખર્ચે તૈયાર થયેલું ગ્રામ હાટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.       

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, જિલ્લા પંચાયતના સદસ્ય પ્રવીણસિંહજી રાઠોડ, પ્રવીણભાઈ ડાભી, જીતુભાઇ, કઠલાલના અગ્રણી પ્રમુખ કિરણ સિંહજી, મંત્રી રાજુભાઇ પટેલ, પ્રોજેક્ટ ડાયરેક્ટર જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ પી.આર. રાણા, તેમજ અધિકારીઓ કર્મચારીઓ અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા .