ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને તથા જેલમાંથી ફરાર કેદીઓને પકડી પાડવા અને
અમરેલી જિલ્લામાં શરીર સબંધી અને મિલકત સબંધી ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા
જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અન્વયે
અમરેલી એલ.સી.બી. પોલીસ ટીમ લીલીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૬/૨૦૧૩, આઇ.પી.સી. કલમ ૩૦૨, ૩૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧)બીએ વિ. મુજબના
ગુનાના કામે ભાવનગર જેલ ખાતે કાચા કામના કેદી નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમ આધારે તા.૧૭/૧૧/૨૦૧૬ ના રોજ વચગાળાના જામીન ઉપર મુક્ત થયેલ હોય
અને મજકુર કેદીને તા.૧૯/૧૧/૨૦૧૬ ના રોજ ભાવનગર જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ તે ભાવનગર જેલમાં હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ હોય,
મજકુર કેદીને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે આજ રોજ તા.૨૫/૦૮/૨૦૨૩ ના રોજ પકડી પાડી, ભાવનગર જેલ હવાલે મોકલી આપેલ છે.
→ પકડાયેલ કેદી:-
સલીમ અબ્દુલભાઈ દલ, ઉ.વ.૪૭, રહે.પાલીતાણા, ઘાંચીની વાડી, તળાવ વિસ્તાર, તા.પાલીતાણા, જિ.ભાવનગર મુળ રહે.ગુંદરણ, તા.લીલીયા, જિ.અમરેલી.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પોલીસ સબ ઇન્સ. એમ.બી.ગોહિલ તથા
એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ, તથા પો. હેડ કોન્સ. આદિત્યભાઈ બાબરીયા, તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. ભાવિનગીરી ગૌસ્વામી, હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.