હાલોલ શહેરના પાવાગઢ રોડ પર હોટલ ગીતા ભવન સામે આવેલા એક ભંગારના ડેલામાં અજગર આવી ચઢતા ભંગારના ડેલામાં કામ કરતા લોકોમાં ફફડાટ સાથે દોડધામ મચી જવા પામી હતી જેમાં બનાવ અંગેની જાણ હાલોલ વન વિભાગના અધિકારી સતિષ બારીયાને કરાતા તેઓએ પંથકમાં જાનવરોના ઉત્થાન અને બચાવની કામગીરી કરતી જીવ દયા પ્રેમી સંસ્થા નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમને કરતા ટીમના સદસ્ય જયેશભાઈ કોટવાળ અને મયુરધ્વજસિંહ તાત્કાલિક ભંગારના ડેલા ખાતે દોડી આવ્યા હતા અને ભંગારના જથ્થામાં છુપાઈ ગયેલા અંદાજે પાંચથી છ ફૂટની લંબાઈ ધરાવતા અજગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ભારે જહેમત બાદ સાવચેતીપૂર્વક અજગરને પકડી લીધો હતો જેને લઇને ભંગારના ડેલામાં કામ કરતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો જ્યારે ઝડપાયેલા અજગરને પાવાગઢના ધોબી કુવા ખાતે આવેલા વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર ખાતે વન વિભાગની ટીમને સહી સલામત સુપ્રત કરવામાં આવ્યો હતો.