જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા ના લાઠોદ્રા ગામે આજે શ્રી.M. H gardi વિદ્યાલય માં અભ્યાસ કરાવતા શિક્ષક શ્રી નો વિદાય સમારોહ યોજાયો હતો

કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા ત્યારે આ સૂત્ર ને સાર્થક કરનાર બહોળી લોકચાહના ધરાવતા કર્મનિષ્ટ શિક્ષક ની સેવા નિવૃત્તિ થતા આજે હાઈસ્કૂલ ના સ્ટાફ ,સંચાલક શ્રી તેમજ વિદ્યાર્થીઓ અને ગામ લોકો દ્વારા માન સન્માન સાથે વિદાય આપી હતી

લાઠોદ્રા ગામે આવેલ શ્રી M. H. gardi વિદ્યાલય માં ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરાવતા લાઠોદ્રા ગામ ના જ રણજિત ભાઈ ભગવાન ભાઈ પરમાર કે જેમણે હંમેશા હાઈસ્કૂલ ના બાળકો ને પોતાના બાળકો સમજી અને અભ્યાસ આપ્યો હતો તેમજ તેઓ વિદ્યાર્થીઓ પ્રત્યે એટલા જાગૃત હતા કે તેની વાત ન પૂછો 

તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એ તેમના સ્મરણો ને યાદ કરતા જણાવ્યું હતું કે અમારા શિક્ષકો એવા હતા કે સ્કૂલ ના સમય દરમિયાન તેઓ અભ્યાસ કરાવતા અને સ્કૂલ પૂર્ણ થયા બાદ તેઓ અમારી વોચ રાખતા .અમે ઘરે ચાલ્યા જઈએ અને પછી જો સ્કૂલ ના સમય બાદ બજારો માં ભૂલ થી પણ નીકળ્યા હોય અને સાહેબો નો ભેટો થઈ જાય તો સમજો ગયા .કેમ કે શિક્ષકો ઇચ્છતા હતા કે તેમના વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે અભ્યાસ ની પાછળ પોતાનો સમય પૂરો આપે વધુ માં વિદ્યાર્થીઓ દ્વારા જણાવાયું હતું કે આ શિક્ષકો હંમેશા અમને લોકો ને આગળ વધવા માટે મોટીવેટ કરવામાં આવતા હતા તેઓ હંમેશા અમને પોતાના બાળકો સમજતા હતા અને જ્યારે કોઈ ભૂલ હોય અને તેમની સોટી વાગતી તો પણ એમાં આનંદ આવતો હતો જ્યારે આ બાબતે વાલીઓ પણ એટલા જાગૃત હતા કે તેઓ કોઈ દિવસ ફરિયાદ ન કરતા ઉપર થી સાહેબ ને એમ કહેતા કે સાહેબ સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે રૂમઝૂમ 

ત્યારે આવા કર્મનિષ્ટ શિક્ષક નો વિદાય સમારોહ યોજાતા શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ તેમજ ગામ ના લોકોએ માન સન્માન સાથે શિક્ષક ને વિદાય આપી હતી

જ્યારે વિદાય સમારોહ માં શિક્ષક શ્રી રણજિતભાઈ પરમાર દ્વારા જણાવાયું હતું કે ભવિષ્ય માં પણ મારા વિદ્યાર્થીઓ કે સ્કૂલ ને મારી જરૂર પડશે ત્યારે હું હંમેશા ત્યાર રહીશ સાથે તેમણે ગામ લોકો અને સ્ટાફ મિત્રો નો આભાર વ્યક્ત કર્યો હતો 

ત્યારે આ કાર્યકમ માં શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના ગુરુ ને ફૂલોથી વધવવામાં આવ્યા હતા જ્યારે સ્કૂલ ના સંચાલક અને સ્ટાફ મિત્રો તેમજ ગામ લોકો અને બહારથી આવેલા અન્ય સ્કૂલો ના શિક્ષકો દ્વારા રણજિતભાઈ પરમાર સાહેબ ને મોમેન્ટો આપી સાલ ઓઢાળી સન્માનિત કર્યા હતા

ત્યારે આ વિદાય સમારોહ માં સ્કૂલ ના સંચાલક બહાદુર ભાઈ ,સાથે તેમના પુત્ર અજિતભાઈ તેમજ લાઠોદ્રા ગ્રામ પંચાયત ના સરપંચ અજિતભાઈ બારડ , તેમજ

હાઈસ્કૂલ ના નિવૃત પ્રિન્સિપાલ ઉદયસિંહ બારડ, હાઈસ્કૂલ ના નવા નિયુક્ત પ્રિન્સિપાલ બારડ સાહેબ, હાઈસ્કૂલ ના શિક્ષક વિજયભાઈ સોલંકી, લખમણભાઈ યાદવ, કાગડા સાહેબ,તેમજ સ્ટાફ મિત્રો ,તેમજ પ્રાથમિક શાળા લાઠોદ્રા ના આચાર્ય સરોજ બહેન તેમજ કોયલાણા સ્કૂલ ના આચાર્ય હિતેષ ભાઈ,મોટી ધનેજ સ્કૂલ ના આચાર્ય નટુ ભાઈ બાબરીયા ગાગેચા સ્કૂલ ના આચાર્ય પનારા સાહેબ, સહિત ના ઉપસ્થિત રહિયા હતા

જ્યારે લાઠોદ્રા ખાતે યોજાયેલ વિદાય સમારોહ માં જુદા જુદા સમાજ ના આગેવાનો માં કોળી સમાજ ના આગેવાન પત્રકાર પરેશ વાઢીયા ,ભુપતભાઇ વાઢીયા,દિલીપભાઈ વાઢીયા તેમજ દરબાર સમાજ ના આગેવાન વિક્રમભાઈ લાખાણી માજી સરપંચ લાઠોદ્રા,વાસુરભાઈ લાખાણી,હમીર ભાઈ લાખાણી માજી સરપંચ લાઠોદ્રા ,લખાભાઈ જીવાભાઈ લાખાણી ,ભુપતભાઇ લાખાણી સહિત લોહાણા સમાજ ના ચંદ્રેશભાઈ મશરૂ તેમજ દરજી સમાજ ના  નવીનભાઈ માધાભાઈ , મુસ્લિમ સમાજ ના આગેવાન મહમદભાઈ આબળા,અબુભાઈ નોઈડા, જ્યારે રાયક સમાજ ના બચુભાઇ ડાયા ભાઈ કરમટા, ભાયાભાઈ કરમટા, વિરાભાઈ કરમટા , તેમજ કારડીયા સમાજ ના આગેવાન અને પ્રમુખ નકુમ બાબુભાઇ ,ધીરુભાઈ યાદવ,ભુપતભાઇ ડોડીયા સહિત ઇસ્માઇલી ખોજા સમાજ ના કાસમભાઈ સુતાર માજી સરપંચ લાઠોદ્રા, કરીમભાઈ સુતાર,બરક્તભાઈ કડીવાર (ડાયમંડ) સહિત ના ઉપસ્થિત રહિયા હતા અને શિક્ષક શ્રી ને સાલ ઓઢાળી મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા  ત્યારે કાર્યકમ ના અંતે સૌવ લોકોએ શિક્ષકોએ અને વિદ્યાર્થીઓ એ સાથે ભોજન લીધું હતું

રિપોર્ટ :- પરેશ વાઢીયા (જૂનાગઢ)--સંપર્ક :- વાઢીયાભાઈ -9925095750