લાખણી મુખ્ય બજારમાં મોતના ખાડા કોઈ નિર્દોષનો ભોગ લેશે...

લાખણી ગ્રામ પંચાયતનો કથળતો વહીવટ ગામના લોકો માટે ત્રાસદાયક બન્યો છે. ગ્રામ પંચાયતમાં હાલ વહીવટદારનું શાસન છે પણ ઠેર ઠેર ગંદકીના ઢગ જામ્યા છે તો વળી મુખ્ય બજારમાં જવાના રોડ ઉપર રોડ તોડીને પાઇપલાઇન નાખી હતી.જેના કારણે ત્યાં જીવલેણ ખાડો પડ્યો છે. વરસાદમાં એ ખાડો વધુ મોટો થઈ ગયો છે.જેથી ત્યાંથી વાહન ચલાવવામાં મોટી તકલીફ પડે છે અને વાહનને નુકશાન કરે છે અને અકસ્માત થવાની પણ સંભાવના વધી રહી છે.તેમછતાં આ અંગે કોઈ નક્કર પગલાં લેવામાં આવતાં નથી જેને લઈને ગામલોકો અને વેપારીઓમાં નારાજગી ફેલાઈ છે તાલુકા મથક હોવા છતાં લાખણીમાં સ્વચ્છતાનો અભાવ હોવાથી રોગચાળાની દહેશત રહેલી છે ત્યારે જવાબદાર અધિકારીઓ આ બાબતને ગંભીરતા લઈને રોડ ઉપર પડેલ ખાડો અને રેતીના ઢગ દૂર કરાવે એવી માંગ ઉઠી છે.