પેટલાદ શહેરમાં બુધવારે સાંજે 6:00 વાગ્યાની આસપાસના સમયગાળામાં શહેર પોલીસ અને સુરક્ષા દળના જવાનો દ્વારા શહેરના સ્ટેશન રોડ, સરદાર ચોક, બસ સ્ટેન્ડ સહિતના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતું.આગામી દિવસોમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને લઈને મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે.