૨૩/૦૮/૨૦૨૩ બુધવારના રોજ સાજે ૬:૦૪ વાગે ભારતનું નામ અંતરીક્ષ સંશોધનના ઈતિહાસમાં સોનેરી અક્ષરે લખાઈ ગયું છે સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરોના ચંદ્રયાન - ૩ વિક્રમ લેન્ડર આજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ૭૦ ડિગ્રી અક્ષાંશ પર સફળ સલામત રીતે ઉતાર્યું છે આખી દુનિયામાં ભારતનો ડંકો વાગ્યો છે અને મેસેજ પહોંચ્યો હું ચંદ્ર પર આવ્યો છું જે સિદ્ધિને અનુલક્ષીને સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા મફત શિક્ષણ કોચિંગ ક્લાસ ખાતે છેલ્લાં ૧૪ વર્ષથી અભ્યાસ કરતાં વિધાર્થીઓમાં ચંદ્રયાન-૩ સફળ લેન્ડિંગનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જે અંતર્ગત ચંદ્રયાનના સફળ લેન્ડિંગની ખુશીમાં આજ રોજ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સદભાવના મિશન ક્લાસના ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ વચ્ચે ચંદ્રયાન-૩ સફળતા પર ચિત્ર અને રંગપૂરણીની સ્પર્ધા યોજાઈ હતી જેમાં ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓએ ભાગ લઈ ચિત્ર દોરી અને રંગપૂરણી કરી હતી જેમાં ભારત દેશે જે કામયાબી હાંસલ કરી છે તેની ખુશીને લઇ વિદ્યાર્થીઓએ સુંદર ચિત્ર અને રંગોળી બનાવી હતી જેમાં ભારત દેશને ગૌરવ અપાવનાર  ઈસરોના તમામ વિજ્ઞાનીઓને લોક વિજ્ઞાન કેન્દ્રના સંચાલક ડૉ સુજાત વલી, કાર્યકર્તા હાર્મિત પટેલ અને સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના નામાંકિત શિક્ષક ઈમરાન સાહેબ અને તમામ વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ મહિલાઓ અભિનંદન પાઠવી ભારત દેશ વધુમાં વધુ ટેકનોલોજીથી સજ્જ અને ખુબ પ્રગતિ કરે તેવી પ્રાર્થના કરી દિલથી શુભેચ્છાઓ પાઠવી હતી.