મુંબઈની મીઠીબાઈ કોલેજમાં જ્યારે તાપસી પન્નુ પહોંચી તો ફોટોગ્રાફર્સએ તેને કહ્યું કે, તે આ ઈવેન્ટ માટે લેટ પહોંચી છે અને તે છેલ્લા 2 કલાકથી તેની રાહ જોઈ રહ્યો છે
બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ અનોખા અંદાજમાં લોકો સમક્ષ પોતાના મનની વાત કરતી જોવા મળે છે. અભિનેત્રીનો હાલમાં એક ઈવેન્ટ દરમિયાન ફોટોગ્રાફર્સ સાથે હંગામો થયો હતો. તાપસી પન્નુ તેની આગામી ફિલ્મ 'દોબારા'ના પ્રમોશન માટે અહીં આવી હતી. મુંબઈની મીઠીબાઈ કોલેજમાં જ્યારે તાપસી પન્નુ પહોંચી તો વાતચીત દરમિયાન ફોટોગ્રાફર્સએ તેને કહી દીધું કે તે આ ઈવેન્ટ માટે લેટ પહોંચી છે.
તાપસી પન્નુ ઈવેન્ટ માટે મોડી પહોંચતા થયો હંગામો
તાપસી પન્નુ જ્યારે ઈવેન્ટ સ્થળ પર પહોંચી તો તે સીધી અંદર ગઈ હતી. આ અંગે ફોટોગ્રાફર્સએ કહ્યું હતું કે, તે છેલ્લા 2 કલાકથી તેની રાહ જોઈ રહ્યો છે અને તે આ ઈવેન્ટ માટે લેટ પહોંચી છે. પેપ્સે તાપસીને થોડા સમય માટે રોકાઈને તસવીરો ખેચાવવાનું કહ્યું હતું. કારણ કે, તે લાંબા સમયથી તેની રાહ જોઈ રહ્યા હતા.
'મને જે કહેવામાં આવ્યું તે હું કરી રહી છું'
વીડિયોના બીજા ભાગમાં તાપસી પન્નુ સ્પષ્ટતા કરતી જોઈ શકાય છે. તેણે કહ્યું હતું કે, તે માત્ર તેને આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરી રહી છે. તાપસી પન્નુએ કહ્યું હતું કે, મને જે કહેવામાં આવ્યું હતું તે હું કરી રહી છું. તમે મારા પર કેમ બૂમો પાડી રહ્યા છો. તાપસી પન્નુની ફોટોગ્રાફર્સ સાથે દલીલ અહીં જ પૂરી થઈ નથી.
એક્ટર હંમેશા ખોટા હોય છે: તાપસી
એક ફોટોગ્રાફર્સ સાથેની દલીલ દરમિયાન તાપસી પન્નુએ કહ્યું હતું કે, મેરી સાથે નમ્રતાથી વાત કરો, હું માત્ર મારું કામ કરી રહી છું. મને જ્યાં પણ કહેવામાં આવે છે ત્યાં હું સમયસર પહોંચી જાઉં છું. જો તમે મારી સાથે નમ્રતાથી વાત કરશો તો હું પણ તમારી સાથે નમ્રતાથી વાત કરીશ.' જ્યારે દલીલ વધે છે ત્યારે તાપસીએ મામલો શાંત કરતા હાથ જોડીને કહ્યું કે, તમે હંમેશા સાચા છો અને એક્ટર હંમેશા ખોટા હોય છે.