ગુન્હાની વિગતઃ-

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

(૧) અનવરભાઇ ગુલાબભાઇ સેતા, ઉં.વ.૩૨, રહે.બગસરા, નટવરનગર, તા.બગસરા, જિ.અમરેલી વાળા ગઈ તા.૦૭/૦૮/૨૦૨૩ નાં રોજ પોતાનાં રહેણાક મકાનને તાળા મારી, પોતાના પરીવાર સાથે બહાર ગામ ગયેલ હોય,

તે દરમિયાન ગઇ તા.૦૮/૦૮/૨૦૨૩ ની રાત્રીના અજાણ્યા ચોર ઇસમો અનવરભાઇના મકાનમાં ગે.કા. પ્રવેશ કરી, ઘરના કબાટના તાળા તોડી કબાટમાં રાખેલ રોકડા રૂ.૧૫,૦૦૦/- તથા સોના ચાંદીના દાગીના કિ.રૂ.૨,૫૦૦/- મળી કુલ કિં.રૂ.૧૭,૫૦૦/- ની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય,

જે અંગે અનવરભાઇએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરીયાદ આપતા બગસરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૩૦૨૦૩/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦મુજબનો ગુનો રજી. થયેલ.

(૨) પંકજભાઇ ચંદુભાઇ ટાંકોદરા, ઉ.વ.૩૫, રહે,મોટા આંકડીયા, જૈન દેરાસરની બાજુમાં, તા.જિ.અમરેલી વાળા

ગઇ તા.૧૦/૦૮/૨૦૧૩ નાં રોજ રહેણાંક મકાનને તાળા મારી, પોતાના પરીવાર સાથે હોસ્પીટલના કામથી બહાર ગામ ગયેલ હોય,

 આ દરમિયાન ગઇ તા.૧૨/૦૮/૨૦૨૩ ની રાત્રીના મકાનના ડેલાનો તથા દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી, ઘરના કબાટમાં રાખેલ રોકડા રૂ. ૬૪,૫૦૦/- તથા સોના ચાંદીના દાગીના કિ.રૂ.૧,૩૫,૪૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૯૯,૯૦૦/- ના મત્તાની ચોરી કરી લઇ ગયેલ હોય,

(૩) તેમજ હાર્દિકભાઇ મનુભાઇ સૈજાણીના બંધ મકાનના તાળા તોડી રોકડા રકમ તથા દાગીનાની ચોરી કરી લઇ ગયેલ હોય,

(૪)તેમજ હિરાલાલ પાનસુરીયાના રહેણાંક મકાનમાંથી ચોરી થયેલ હોય, આમ એક જ રાત્રેના ત્રણ મકાનના ઘરફોડ ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે પંકજભાઇએ અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ ફરીયાદ આપતા અમરેલી રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૩૦ ૪૪૭/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૮૦, ૪૫૭, ૧૧૪ મુજબનો ગુનો રજી. થયેલ.

 (૫) ગઇ તા.૧૩/૦૮/૨૦૨૩ ના રાત્રીના ઘનશ્યામભાઈ રાણાભાઈ બાલધા, ઉ.વ.૩૭, રહે.જુના વાઘણીયા, તા.બગસરા, જિ.અમરેલી વાળા પોતાના રહેણાંક મકાનને તાળા મારી, પોતાના પરીવાર સાથે બહાર ગામ ગયેલ હોય,

તે દરમિયાન ગઇ તા.૧૪/૦૮/૨૦૨૩ ની રાત્રીના ઘનશ્યામભાઇના રહેણાંક મકાનના ડેલાનું અજાણ્યા ઇસમોએ તાળુ તોડી, મકાનમાં ગે.કા. પ્રવેશ કરી, ઘરના રૂમના કબાટમાં રાખેલ રોકડા રૂ.૭૦,૦૦૦/ - તથા સોના ચાંદીના દાગીના કુલ કિં.રૂ.૨,૬૫,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૩૫,૫૦૦/- ની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય,

 જે અંગે ઘનશ્યામભાઇએ અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ ફરીયાદ આપતા બગસરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૩૦૧૮૧ /૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો રજી. થયેલ.

અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા જિલ્લામાં બનવા પામેલ ઘરફોડ

ચોરીના બનાવ બનતા અટકાવવા ખાસ એકસન પ્લાન બનાવી,

ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવેલ. બનાવ વાળી જગ્યાની આજુ બાજુના તેમજ એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ તમામના સી,સી.ટી.વી. ફુટેજો ચેક કરવામાં આવેલ અને

સી.સી.ટી.વી. માં દેખાય આવેલ શકમંદ ઇસમોની શોધખોળ શરૂ કરવામાં આવી, જે અન્વયે ગઇ કાલ તા.૨૩/૦૮/૨૦૨૩ નાં રોજ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ દરમિયાન

 આંકડીયા ગામે, કુંકાવાવ રોડ ઉપરથી મોટર સાયકલમાં ત્રણ ઇસમોને શંકાસ્પદ હાલતમાં ચોરીના સાધનો સાથે પકડી પાડી, મજકુર ઇસમોની સઘન પુછ પરછ કરતા

બગસરા, મોટા આંકડીયા, વાઘણીયા તેમજ ગોંડલની ચોરીઓની કબુલાત આપતા,

ચોરીમાં ઉપયોગ કરેલ મોટર સાયકલ, સાધનો તેમજ ચોરીમાં ગયેલ રોકડ રકમ, સોના ચાંદીના સહિતનો મુદ્દામાલ રીકવર . કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(૧) ગોવિંદસિંગ નાનકસિંગ બાવરી (સીકલીગર), ઉં.વ.૨૪, રહે.વડોદરા, ઘાઘરેટીયા, ઇન્દ્રનગર, સોમાતળાવ, હાલ રહે.મોટી કુંકાવાવ, ભીમરાવનગર, વિજયભાઇ અમરાભાઇ લુહારના મકાનમાં, તા.વડીયા, જિ. અમરેલી.

(૨) ગુરૂમુખસીંગ કિશોરસીંગ ટાંક (સીકલીગર), ઉ.વ.૨૯, રહે.વડોદરા, વારસીયા, પાપલોર બેકરીની પાછળ, બીમા દવાખાના પાછળ, તા.જિ.વડોદરા, હાલ રહે. મોટી કુંકાવાવ, ભીમરાવનગર, વિજયભાઇ અમરાભાઇ લુહારના મકાનમાં, તા.વડીયા, જિ.અમરેલી,

(૩) સુરેન્દ્રસીંગ સંતોકસીંગ ડાંગી (સીકલીગર), ઉ.વ.૨૯, રહે.ગોંડલ, જામવાડી, તા.ગોંડલ, જિ.રાજકોટ

કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-

(૧) રોકડા રૂ.૨૦,૪૭૦/ -

(૨) એક સોનાનું મંગળસુત્ર, વજન ૫૪.૮૦૦ ગ્રામ જેનીકિ.રૂ.૨,૪૪,૨૬૦/-

(૩) એક જોડી સોનાની ઘુઘરી વાળી કડી, વજન ૪૦.૨૦૦ ગ્રામ જેની કિં.રૂ.૯૨,૨૭૬/-

(૪) એક સોનાની વીટી, વજન ૧.૯૦૦ ગ્રામ જેની કિ.રૂ.૯૭૦/-

(૫) એક જોડી સોનાની બુટ્ટી, વજન ૨૪૦૦ ગ્રામ જેની કિ.રૂ.૧૦,૮૫૬/-

(૬) એક સોનાનો મીલનટોન ચેઇન, વજન ૫.૬૦૦ ગ્રામ જેની કિ.રૂ.૨૯,૮૫૪/-

 (૭) એક સોનાનો વીલટોન ચેઇન, વજન ૮.૯૦૦ ગ્રામ જેની કિ.રૂ.૪૭,૨૨૩/-

(૮) બે સોનાની લગડીના ટુકડા, વજન ૧૦,૦૦૦ ગ્રામ જેની કિ.રૂ.૫૯,૦૦૦/-

(૯) બે સોનાની નથ, વજન ૦.૨૦૦ ગ્રામ જેની કિ.રૂ.૧,૧૮૦/-

(૧૦) ચાંદીના નાના મોટા સીક્કા નંગ -૯, વજન ૨૨,૭૦૦ ગ્રામ જેની કિ.રૂ.૧,૫૪૦/-

(૧૧) ચાંદીના છડા, કડલી નંગ- ૨, જાંજરી નંગ – ૨, વજન ૧૧૧:૧૦૦ ગ્રામ જેની કિ.રૂ.૩,૮૫૦/-

(૧૨) ધાતુના લટકણ – ૧, ધાતુની વીંટી – ૧, ધાતુનો ચેઇન – ૧, કિં.રૂ.૦૦/-

(૧૩) એક કાપડની થેલી, કિં.રૂ.૦૦/-

 (૧૪) એક લોખંડનું વાંદરીપાનુ, કિ.રૂ.૨૫૦/-

(૧૫) ડીસમીસ નંગ – ૨, કિં.રૂ.૧૦૦/-

 (૧૬) ઓપો કંપનીનો એન્ડ્રોઇલ મોબાઇલ ફોન નંગ – ૨, કિં.રૂ. ૧૦,૦૦૦/-

(૧૭) એક હોન્ડા કંપનીનું લીવો ૩ આઇ.ડી. મોડલનું મોટર સાયકલ જેના રજી. નં.જીજે.૦૬.કે.સી.૦૪૧૬,

કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૫૦,૬૨૯/- નો મુદ્દામાલ.

 પકડાયેલ આરોપીઓએ આચરેલા ગુનાઓની આપેલ કબુલાતની વિગતઃ-

પકડાયેલ ઇસમોની સઘન પુછપરછ કરતાં, ત્રણેયે સાથે મળી નીચે મુજબની ચોરીઓ કરેલ હોવાની કબુલાત આપેલ છે.

(૧) ગઇ તા.૦૮/૦૮/૨૦૨૩ ની રાત્રીના ત્રણેય બગસરામાં એક સોસાયટીના બંધ મકાનના તાળા તોડી સોનાના

ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરેલ હોય, જે અંગે ખરાઈ કરતા બગસરા પો.સ્ટે. એ પાર્ટ

ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૩૦૨૦૩/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો રજી. થયેલ છે.

(૨) ગઇ તા.૧૨/૦૮/૨૦૨૩ ની રાત્રીના ત્રણેય મોટા આંકડીયા ગામે ત્રણ બંધ મકાનોના તાળા તોડી સોના ચાંદીના

દાગીના તથા રોકડ રકમની ચોરી કરેલ હોય, જે અંગે ખરાઈ કરતા અમરેલી રૂરલપો.સ્ટે.એપાર્ટગુ.ર,નં.૧૧૧૯૩૦૦૪૨૩૦ ૪૪૭/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૮૦, ૪૫૭, ૧૧૪ મુજબનો ગુનો રજી. થયેલ છે.

(૩) ગઇ તા.૧૪/૦૮/૨૦૨૩ ની રાત્રીના ત્રણેય વાઘણીયા ગામે ત્રણ બંધ મકાનો તથા એક તબેલાના તાળા તોડી સોનાના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરેલ હોય, જે અંગે ખરાઈ કરતા બગસરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૩૦૧૮૧/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો રજી. થયેલ છે.

(૪) ગઇ તા.૧૦/૦૮/૨૦૨૩ ની રાત્રીના ગોંડલ, માર્કેટીંગ યાર્ડની સામે આવેલ ખોડીયારનગર સોસાયટીમાં ચોરી કરવા ગયેલ, ત્યાંથી એક મોટર સાયકલની ચોરી કરેલ, અને એક બંધ મકાનનું તાળુ તોડી ચોરી કરવા જતા આજુ બાજુમાંથી માણસો આવી જતા અને દેકારો થતા ભાગી ગયેલ અને આ વિસ્તારમાંથી બીજી એક મોટર સાયકલની ચોરી કરેલ બાદમાં ચોરી પૈકીની એક મોટર સાયકલ જેતપુર રોડ ઉપર મુકી જતા રહેલ હોય, ગોંડલ સીટી પો.સ્ટે. (જિ.રાજકોટ) એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૩૦૧૫૨૩૦૯૭૧ /૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ ગુનો રજી.થયેલ છે.

→ પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસઃ-

પકડાયેલ આરોપી પૈકી ગોવિંદસીંગ નાનકસીંગ બાવરી વિરૂધ્ધ નીચે મુજબનો ઘરફોડ ચોરીનો ગુનો રજી. થયેલ છે.

(૧) પાણીગેટ પો.સ્ટે. (વડોદરા શહેર) એપાર્ટગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૧૦૨૮૩/૨૦૨૧, આઇ. પી. સી. કલમ ૪૫૭,૩૮૦ મુજબ.

પકડાયેલ ઇસમો કુંકાવાવ ગામે ભાડાના મકાનમાં રહેતા અને

કોન્ટ્રાકટ બેજ ઉપર ભુંડ પકડવાનો વ્યવસાય કરતા હતા તેમજ ફુગા વેચવાનો ધંધો કરતા હોય,

અને રાત્રી દરમિયાન પોતાની ઓળખ છુપાવવા માથા તથા મોઢા ઉપર બુકાની બાંધી, મોટર સાયકલ લઇ કુંકાવાવથી નિકળી આજુ બાજુમાં ગામડાઓમાં આંટા ફેરા મારતા, અને

 જે બંધ મકાન હોય તેને ટાર્ગેટ કરી, ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા.

 મજકુર આરોપીઓ રાત્રી દરમિયાન ઘરફોડ ચોરી કરવા માટે ચોરીના સાધનો સાથે નિકળેલ હોય,

મજકુર આરોપીઓ ચોરીને અંજામ આપે તે પહેલા જ આરોપીઓને એલ.સી.બી. ટીમે પકડી પાડી, ઘરફોડ ચોરીમાં ઉપયોગ કરેલ મોટર સાયકલ તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરેલ છે.

મજકુર આરોપીઓએ બગસરા ટાઉનમાં ત્રણ મકાનો, બગસરા તાલુકાના વાઘણીયા ગામે ત્રણ મકાનો તથા એક તબેલામાં તથા અમરેલી તાલુકાના આંકડીયા ગામે ત્રણ મકાનો તેમજ ગોંડલમાં એક મકાન તથા બે મોટર સાયકલો મળી ૧૧ મકાનો તથા ૨ મોટર સાયકલ મળી કુલ – ૧૩ ચોરી/ઘરફોડ ચોરીઓના ગુનાઓની કબુલાત આપેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઈ. એમ.બી.ગોહિલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. ભગવાનભાઈ ભીલ, મહેશભાઇ સરવૈયા, જાવેદભાઇ ચૌહાણ તથા હેડ કોન્સ. નિકુલસિંહ રાઠોડ, મનિષભાઈ જાની, તુષારભાઈ પાંચાણી, કિશનભાઇ આસોદરીયા, આદિત્યભાઈ બાબરીયા, જાહીદભાઇ મકરાણી તથા પો.કોન્સ. ઉદયભાઈ મેણીયા, રાહુલભાઈ ઢાપા, હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી