સંત શ્રી નથ્થુરામબાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા એસપીસી ના બાળકોને પોલીસ સ્ટેશન ની મુલાકાત કરાવવામાં આવી.

Sponsored

The Silver Spoon - Hotel & Restaurant Bundi (Raj)

AC Room, AC Restaurant, AC Meeting Area Facility Available

પોલીસના સુરક્ષા સોસાયટી દ્વારા એસપીસી ખેડબ્રહ્મા તાલુકામાં એક માત્ર સંત શ્રી નથ્થુરામબાપા જ્યોતિ વિદ્યાલય માં ચલાવવામાં આવે છે. જે અંતર્ગત બાળકો ને અલગ અલગ ઇન્ડોર અને આઉડોર તાલીમ આપવામાં આવે છે. જેમાં આજ રોજ એસપીસી ના બાળકોને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી. જ્યાં પીએસઆઈ શ્રી આર.જે.ચૌહાણ, એ.એસ.આંઈ શ્રી નીલમબેન ગઢવી એ બાળકોને પોલીસ ની કામગરી અંગે માર્ગદર્શન તથા વિવિધ હથિયારો વિશે માહિતી આપી હતી. તથા દરેક બાળકોને રાયફલ અને એકે 47 જેવા હથિયાર હાથમાં આપીને ડેમોસ્ટ્રેશન કરાવ્યું હતું. જુદા હથિયારો હાથમાં લઈને બાળકો ખૂબ ખુશ થયા હતા. આ મુલાકાત દરમ્યાન પોલીસના ડિ આઈ ભાવનાબેન તથા મગનભાઈ તથા શાળાના સીપીઓ ધવલ સુથાર તથા દિશાબેન નાઈ જોડાયા હતા. આ મુલાકાત કરવા બદલ શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ એ પીએસઆઇ ચૌહાણ સાહેબ તથા સમગ્ર પોલીસ ટીમ અને બાળકોને તથા સીપીઓ ધવલભાઇ અને દિશાબેનને અભિનંદન પાઠવ્યા હતા.