ભાભરના પત્રકાર અને માળી સમાજના યુવા પ્રમુખે સમાજના પાંચ આગેવાનોના માનસિક ત્રાસથી વાઝ આવી ઝેરી દવા ગટગટાવી હતી. જેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.ભાભરમાં પત્રકાર સાથે સ્ટુડિયાનો વ્યવસાય કરતા ભારમલભાઈ માળીએ સોમવારે રાત્રે તેમના ઘરે ઝેરી દવા પી લીધી હતી. સૂત્રોએ જણાવ્યું હતુ કે, ભારમલભાઈ માળી એક વર્ષથી માળી સમાજમાં યુવા પ્રમુખ છેે. થરાદનો સમાજનો શખ્સ તેમજ બીજા પાંચ આગેવાનો ટોર્ચર કરી સામાજિક રીતે પૈસાની મંગાણી કરતા હતા.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સોશિયલ મીડિયામાં ગંદી કોમેન્ટ કરીને માનસિક ત્રાસ આપીને મોટી રકમની માંગણી કરતા હતા. તેમજ સમાજમાં રહેવું હોય તો તારે રૂપિયા આપવા પડશે તેવી ધમકીઓ આપતા હતા. જેનાથી સહનશીલતા ખુટતા જીંદગીનો અંત કરવા ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ભાભર પોલીસને જાણ કરતા પોલીસ હોસ્પિટલ ખાતે પહોચી હતી. જોકે, ભારમલભાઇ બેભાન અવસ્થામાં હોઇ હવે નિવેદન લેવાશે.