ઉત્તરાયણ પર્વને આડે હવે ગણતરીના આઠ દિવસ બાકી રહ્યા છે ત્યારે આ પર્વે પક્ષીઓના મોત માટે જવાબદાર એવા પ્રતિબંધીત ચાઈનીઝ દોરી પ્રતિબંધનો કડકાઈથી અમલ કરાવવા વહીવટી તંત્ર, પોલિસ તંત્ર તેમજ સ્થાનિક તંત્રએ કમર કસી છે
રિપોર્ટ - રાજ કાપડિયા દાહોદ/9879106469
જાહેરાત અને સમાચાર આપવા માટે ઉપર આપેલ નમ્બર પર સંપર્ક કરો
અને તે ચાઈનીઝ દોરીના વેચાણ પર બાજ નજર રાખી રહ્યા છે તેવા સમયે દાહોદ એ ડિવીઝન પોલિસે ગોધરા રોડ પર કરિયાણાની એક દુકાનમાંથી રૂપિયા ૩૮૦૦૦ની કિંમતના ચાઈનીઝ દોરીના ટેલરો નંગ-૬૯ તથા દાહોદ બી. ડીવીઝન પોલિસે ઉકરડી રોડ, નુર બંગલા સામે આવેલ કરિયાણાની દુકાનમાંથી રૂપિયા ૧૨,૯૦૦ની કિંમતની ચાઈનીઝ દોરીની નાની મોટી ૬૪ રીલ ઝડપી પાડી તેમજ પિંજારવાડ તેમજ ગોધરારો રોડ પર મળી કુલ ચાર જગ્યાએ છાપો મારી ચાર લોકોની અટક કર્યાનું જાણવા મળ્યું છે.
દાહોદ એ. ડીવીઝન પોલિસે પોતાને મળેલ બાતમીના આધારે દાહોદ ગોધરારોડ, પાયલ કંગન સ્ટોરની ગલીમા આવેલ રામકુમાર શ્રીચંદભાઈ બચ્ચાણીની કરિયાણાની દુકાનમાં ઓચિંતો છાપો મારી રૂા. ૩૮૦૦૦ની કુલ કિંમતના ચાઈનીઝ દોરીના ટેલરો નંગ-૬૯ પકડી પાડી કબજે લઈ કરિયાણાની દુકાનના માલીક રામકુમાર શ્રીચંદભાઈ બચ્ચાણીની અટકાયત કરી એ. ડીવીઝન પોલિસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે ચાઈનીઝ દોરી અંગેની પોતાને મળેલ બાતમીના આધારે દાહોદ બી ડીવીઝનના પીઆઈ દેશાઈ તથા તેમના સ્ટાફના પોલિસ કર્મીઓએ દાહોદના ઉકરડી રોડ પર નુર બંગલાની સામે આવેલ ફકરી કરિયાણા સ્ટોર નામની દુકાનમાં ઓચિંતો છાપો મારી ચાઈનીઝ દોરાની રૂા. ૧૨,૯૦૦ની કુલ કિંમતની નાની-મોટી રીલ નંગ-૬૪ પકડી પાડી કબજે લઈ તે દુકાનના માલિક ફકરીભાઈ નઝમુદ્દીનભાઈ મોદી (દાઉદી વ્હોરા)ની અટકાયત કરી જાહેરનામાન ભંગ સબબ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમ દાહોદ પોલિસે બે જગ્યાએથી કુલ મળી રૂા. ૫૦,૯૦૦ની કિંમતની ચાઈનીઝ દોરીનો મુદ્દામાલ પકડી કબજે લઈ બે વેપારીઓની અટકાયત કરી છે તેમજ દાહોદના પીંજારવાડમાં રહેતા જાવેદભાઈ મજીદભાઈ પિંજારાની દુકાનમાંથી ચાઈનીઝ દોરીના રૂા. ૧,૫૦૦ની કુલ કિંમતના ત્રણ ફિરકા તથા ગોધરા રોડ ખાતે રહેતા જ્યોત્સનાબેન અરૂણભાઈ અશોકરભાઈ સિસોદિયાના મકાનમાંથી રૂા. ૪૦૦૦ની કુલ કિંમતના ચાઈનીઝ દોરીના આઠ ફિરકા મળી કુલ રૂા. ૫,૫૦૦ની કુલ કિંમતના પ્રતિબંધીત એવી ચાઈનીઝ દોરીના ફિરકા નંગ-૧૧ ઝડપી પાડી મહિલા સહિત ચાર જણા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.