બોટાદ જિલ્લાના એક ગામમાં પોતાના માસીના ઘેર મંદબુધ્ધિની સ્ત્રી રહેતી હતી અને ગઇ તા ૦૩/૦૨/૨૦૧૭ ના રોજ આ મંદબુધ્ધિની સ્ત્રીને આરોપી ધિરજલાલ દેવમુરારિએ રસ્તામાં ગામની બહાર મળેલ અને લલચાવી, ફોસલાવી અપહરણ કરી લઇ ગયેલ તેમજ જુદા જુદા ગામોમાં છ દિવસ સુધી પોતાના કબ્જામાં રાખી, બળાત્કાર ગુજારેલ. જે અંગેની ફરિયાદ ભોગબનનારના સગાએ આરોપી સામે બોટાદ જિલ્લાના પોલિસ સ્ટેશનમાં આપેલી. પોલિસે આરોપીની ધરપકડ કરેલ અને આરોપી વિરુધ્ધ ચાર્જશીટ રજુ કરેલ. જે અંગેનો કેસ બોટાદના ડિસ્ટ્રિકટ એન્ડ સેસન્સ જજ સાહેબશ્રી કુમારી

કિર્તિદા આર. પ્રજાપતિ સાહેબની કોર્ટમાં ચાલેલ. જેમાં સરકાર તરફે કુલ ૨૧ દસ્તાવેજો રજુ કરવામાં આવેલ અને ૨૫ sસાક્ષીઓને તપાસવમાં આવેલ. આ કામમાં જિલ્લા સરકારી વકીલશ્રી કે.એમ. મકવાણાની ધારદાર, સચોટ, અસરકારક દલીલો ગ્રાહ્ય રાખી, ડિસ્ટ્રિકટ જજશ્રી કુમારી કિર્તિદા આર. પ્રજાપતિ સાહેબએ આરોપી ધીરજલાલ મોહનદાસ દેવમુરારી ,રહે. કેરાળા, તા.લાઠી, જી. અમરેલી વાળાને આઇ.પી.સી. કલમ ૩૭૬ ના ગુન્હામાં ૧૦(દસ) વર્ષની કેદની સજા અને પાંચ હજારનો દંડ કરેલ છે. તેમજ આઇ.પી.સી. કલમ ૩૭૬ ના ગુન્હામાં આજીવન કેદની સજા અને રુ.૧૦૦૦૦(દસ હજાર) નો દંડ કરેલ છે. ભોગબનનારને સરકારશ્રીના નિયમનોનુસાર વળતર ચુકવવાનો પણ હુકમ કરવામાં આવેલ.