તા.૧૯/૦૮/૨૦૨૩ ના રોજ શ્રી કોળી યુવા ક્રાંતી સેવા સંગઠન ટ્રસ્ટ દ્વારા ખાંભા તાલુકાના બોરાળા ગામે માહિતી શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાતમાં ટ્રસ્ટી મંડળ દ્વારા એક નવી પહેલ કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે એલ.બી. ખસિયા દ્વારા ટ્રસ્ટ વિશે માહિતી આપી ટ્રસ્ટનો પરિચય આપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.ત્યારબાદ વૃદ્ધ પેન્શન યોજના ની વિસ્તૃત માહિતી હરેશભાઈ વાઘેલા દ્વારા આપવામાં આવી હતી..તેમજ કારકિર્દી માર્ગદર્શન અને રોજગારી સંબધિત વિશેષ માહિતી શ્રી કિશોરભાઈ ખસિયા દ્વારા આપવામાં આવી હતી.સરકાર શ્રીની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી શ્રી જગદીશભાઈ ચૌહાણ દ્વારા આપવામાં આવી હતીતેમજ આ શિબિરના આયોજક ભોળાભાઈ મકવાણા તેમજ ટ્રસ્ટી મંડળ ના પ્રમુખશ્રી હસમુખભાઈ શિયાળ તેમજ અન્ય ટ્રસ્ટી શ્રી ડાયાભાઇ સાંખટ અને વિવિધ નવા માલકનેશ ગામના યુવા આગેવાન,ગોરધનભાઈ સોલંકી,પ્રતાપભાઈ સોલંકી તેમજ જામકા ગામના સમાજના આગેવાનો,.એલ. બી. ખસિયા, હિંમતભાઈ ખસિયા, મનુભાઈ બારૈયા, મીઠાભાઈ બારૈયા, વાઘજીભાઈ ખસિયા, મંગાભાઈ ડોડીયા, બાલાભાઈ ડાભી, કનુભાઈ મકવાણા, મધુભાઈ રાઠોડ, બાલુભાઈ ગોહિલ, લાલજીભાઈ વાઘેલા તેમજ વડીલો,યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.