માંગરોળ એમ એમ ઇ ડબ્લ્યુ હાઈસ્કૂલ 

ના શિક્ષક શ્રી રિઝવાન કોતલની સ્ટેટ રિસોર્સ ગ્રુપ (SRG) માં પસંદગી

ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રીસર્ચ એન્ડ ટ્રેનિંગ ગાંધીનગર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણના અભ્યાસક્રમ પાઠયપુસ્તક લેખન, મોડ્યુલ લેખન, તજજ્ઞો તૈયાર કરવા તેમજ તાલીમ માટેની તમામ જવાબદારીઓ માટે સ્ટેટ રિસોર્સ ગ્રુપની રચના કરવામાં આવી છે જેમાં ગણિત વિષયના સ્ટેટ રિસોર્સ પર્સન તરીકે માંગરોળની એમ એમ ઇ ડબ્લ્યુના શિક્ષક શ્રી રિઝવાન વાય કોતલની પસંદગી કરવામાં આવી છે. 

જેને લઈ એમ એમ ઇ ડબલ્યુના આચાર્ય હારુન ભાઈ જેઠવા, નિયામક રાબીયા બેન આરબ તેમજ તમામ સ્ટાફગણ અને શહેરના શૈક્ષણિક કાર્ય કરતા લોકોએ અભિનંદન પાઠવયા હતા.