આઝાદી કા અમૃત મહોત્સવ"ની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા સમગ્ર દેશમાં 9થી 31 ઓગસ્ટ દરમિયાન "મારી માટી, મારો દેશ- માટીને નમન, વીરોને વંદન" અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે પાટડી ધારાસભ્ય પી.કે.પરમારના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો કાર્યક્રમ પાટડી તાલુકા પંચાયત ખાતે કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ ધવલ પટેલ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન વિપુલભાઈ મેરાણી, અગ્રણી દિલીપભાઈ પટેલ, જેસંગભાઈ ચાવડા, સોનાજી ઠાકોર, પાટડી પ્રાંત અધિકારી ભાવનાબા ઝાલા, મામલતદાર પ્રીતિ મોઢવાડિયા, તાલુકા વિકાસ અધિકારી દક્ષા શાહ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.