મૂળી તાલુકાનાં ખંપાળીયા ગામે થોડા દિવસ પહેલા ચોરી અને નુંકશાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.આ બનાવમાં પોલીસે ચાર આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતા ચકચાર ફેલાઇ છે.મૂળી તાલુકામાં ચોરી મારામારી ,દારૂ ઝડપાવાનાં બનાવો ખુબજ બની રહ્યા છે. ત્યારે મૂળીનાં ખંપાળીયા ગામે ગત તા.13 ઓગસ્ટનાં રોજ રાત્રીનાં સમયે સરલા અને થાન સૌની યોજના લાઇન 1 અને 2નાં લોકેશન નંબર 27 અને 28 વિજથાંભલા જમીન દોસ્ત કરી અન્ય બે વિજપોલને વ્યાપક માત્રામાં નુકશાન કર્યાની આઇ પી સી 427મુંજબ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેથી મૂળી પોલીસનાં પી એસ આઇ ડી.ડી.ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્રારા તપાસ હાથ ધરી ખંપાળીયા ગામનાં મહેશભાઇ જીવણભાઇ બાવળીયા, વિપુલભાઇ જગાભાઇ સારદિયા, લાલાભાઇ હેમુભાઇ બાવળીયા તેમજ જયેશભાઇ મેરૂભાઇ ઝેઝરીયાની ધરપકડ કરી પુછ પરછ કરતા કબુલ્યુ હતુકે તેઓએ પાણીનાં કેરબા મુકવા માટે એંગલોની ચોરી કરવા પ્રયાસ કર્યો હતો અને થાંભલા પડી જતા ગભરાઇ ગયા હતા જેથી પોલીસે નુકશાન કરવા અને ચોરીનાં પ્રયાસની કલમ ઉમેરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.