સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ વીરા હોટેલ સામે રહેતા અને બિલ્ડરનો વ્યવસાય કરતા કલ્પેશ છોટાલાલ શાહએ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયું હતું કે, તેઓને હિતેન્દ્ર ઉર્ફે હિતેષ બજરંગ ભગવાનજીભાઈ નાયકપરાએ મારવેલ રોજ નામના બિલ્ડિંગમાં ઓફિસે બોલાવ્યા હતા. અને બાંધકામના રૂ. 50,00,000 આપવાના હતા તે હવે હું નહીં આપું અને બીજા રૂ. 50,00,000 આપવા પડશે તેમ કહી દબાણકર્તા કલ્પેશભાઈ શાહે કહ્યું કે મારે પૈસા લેવાના છે તમે શેના માગો છો. તેમ કહેતા હિતેષભાઈ બજરંગ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી હતી.પૈસાની વ્યવસ્થા નહીં કરે તો બાર બોરના લાઇસન્સવાળા હથિયારથી ભડાકે દઇ મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત હિતેષભાઈ બજરંગે પોતાના હાથમાં તલવાર જેવા તીક્ષ્ણ હથિયારથી કલ્પેશભાઈના બરડામાં એક ઘા માર્યો હતો. અને કલ્પેશભાઇના દીકરા મેઘ વચ્ચે છોડાવવા પડતા તેને પણ જમણા હાથે કોણી ઉપર તલવારનો ઊંડો ઘા મારી બંનેને સામાન્ય ઇજા કરી હતી. આ અંગે ગુનો નોંધાતા તપાસ પીએસઆઈ એચ.એસ. જાડેજા ચલાવી રહ્યા છે.બીજી તરફ ગત વિધાનસભાની ચૂંટણીમાં જ આપના પક્ષમાંથી હિતેષભાઈ બજરંગ ચૂંટણી લડ્યા હતા અને ચૂંટણીની રસાકસીમાં કોંગ્રેસને પાછળ રાખીને બીજા નંબરે રહ્યા હતા. ત્યારે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રમુખે બિલ્ડર અને તેના દીકરા પર હુમલો કરતા ચકચાર ફેલાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰান ৰাজহ চক্ৰ বিষয়াৰ কাৰ্য্যালয় ৰ উদ্যোগত আৰু মৰান চাইক্লিং ক্লাব আৰু মৰানবাসীৰ সহযোগত মৰানত চাইকেল ৰেলী।
কাইলৈ দেশবাসীয়ে ৭৫তম স্বাধীনতা দিৱস। স্বাধীনতা দিৱস উদ্যাপনৰ কাৰনে ...
Google Assistant with Bard: Pixel 8 सीरीज ही नहीं, इन स्मार्टफोन में भी हो सकेगा नए फीचर का इस्तेमाल
Google Assistant with Bard Feature गूगल ने अपने यूजर्स के लिए हाल ही में Pixel 8 लाइनअप और Pixel...
Breaking News: Arvind Kejriwal की गिरफ्तारी पर Kumar Vishwas का पहला रिएक्शन | Aaj Tak News
Breaking News: Arvind Kejriwal की गिरफ्तारी पर Kumar Vishwas का पहला रिएक्शन | Aaj Tak News
Lok Sabha Election 2024: Lok Sabha Election के पहले PM Modi ने दी मंत्रियों को नसीहत! | AajTak
Lok Sabha Election 2024: Lok Sabha Election के पहले PM Modi ने दी मंत्रियों को नसीहत! | AajTak