સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સીસ નો ઉપયોગ કરી વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા માટે તાબાના સ્ટાફને સૂચના માર્ગદર્શન કરી સાથે રહી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ખાસ મુહીમ હાથ ધરવામાં આવેલ. જે અનવ્યે આજરોજ તા.15/08/2023 ના રોજ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ સુરેન્દ્રનગર સાયલા પો.સ્ટે વિસ્તાર નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ સતત પ્રત્નશીલ હતા.દરમ્યાન સાથેના પો.કોન્સ શક્તિસિંહ જોરુભા નાઓએ ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસ નો ઉપયોગ કરી સયોટ બાતમી હકિકત મેળવી સુ.નગર સાયલા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.,આઇ.પી.સી કલમ-મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી લાખાભાઈ જાદાવભાઈ સરૈયા જાતે ભરવાડ ઉ.વ.41. રહેગામ-લોયા તા.સાયલા, જી.સુરેન્દ્રનગર વાળાને ગામ-મોટા ભાડલા તા.સાયલા જી.સુ.નગર વિસ્તારમાંથી પકડી પાડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે મજકુર આરોપીનો કબ્જો સુરેન્દ્રનગર સાયલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે,