બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સદરપુર ગામમાં તીડ નું આગમન થતા ખેડૂતોમાં ચિંતા નું મોજું,
ડીસા તાલુકાના સદરપુર ગામમાં આજરોજ સવારમાં ખેતરો મા તીડ દેખાઈ આવતા ચિંતાનું મોજુ ફરી વળ્યું છે વીડિયોમાં આપ જોઈ રહ્યા છો કે બહુ જ મોટા પ્રમાણમાં તીડ ના બચ્ચાઓ છે
આ તીડ દ્વારા ખેતરમાં ઊભેલા રજકા બાજરીના પાકને ખૂબ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવ્યું છે,
3 વર્ષ અગાઉ તીડ આક્રમણથી ખેડૂતોને લાખોનું થયું હતું નુકસાન
બનાસકાંઠાનાં ડીસા તાલુકાના વિસ્તારમાં તીડને લઈ ફરી ખેડૂતોમાં ચિંતા જોવા મળી, સદરપુર ગામનાં ખેડૂતો ચિંતામાં છે. રાજસ્થાનમાં આવેલા તીડથી સરકાર યોગ્ય પગલા ભરે તેવી માંગ છે. સરહદી વિસ્તારોમાં તીડ આવે તે પહેલાં દવાનો છંટકાર કરવાની માંગ ઉચ્ચારી છે. જેમાં 3 વર્ષ અગાઉ તીડ આક્રમણથી ખેડૂતોને લાખોનું નુકશાન થયું હતું. સરકારે તીડમાં થયેલા નુકસાનમાં કોઈ સહાય ન આપી હોવાનો પણ ખેડૂતોનો આરોપ છે. 3 વર્ષ અગાઉ પણ આજ ગામમાં તીડનાં આક્રમણથી ભારે નુકશાન થયું હતું. તેમજ તમામ લીલા ખેતરો તીડ આક્રમણથી રણ જેવા બની ગયા હતા.
તાલુકા આરોગ્ય વિભાગ તાત્કાલિક થી સર્વે હાથ ધરી દવાનો છંટકાવ કરે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે
અહેવાલ ગૌતમ છત્રાલિયા ડીસા