સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર તથા ગ્રામીણ વિસ્તારોમાં ચોરીના બનાવો સતત વધતા જઈ રહ્યા છે ત્યારે ખાસ કરી ઘર ફોડ ચોરી થતી હોય તેવા કિસ્સાઓ તાજેતરમાં સામે આવ્યા છે ત્યારે નવા આવેલા જિલ્લા પોલીસવડા ગીરીશભાઈ પંડ્યા દ્વારા ઘરફોડ ચોરીના બનાવો અટકાવા અને જે ઘરફોડ ચોરીના બનાવો બન્યા છે તેના આરોપીઓ ઝડપી લેવા અને ડિટેકશન કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને કડક સૂચના આપવામાં આવી છે.સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બલદાણા ગામે રહેણાંક મકાનમાંથી તાજેતરમાં 52 તોલા સોનું અને રોકડ રકમની ઉઠાત્તરી કરી અને તસ્કરો ફરાર બન્યા હતા.ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના બલદાણા ગામે લાલજીભાઈ પટેલ અને તેમના ભાઈના ઘરના તાળા તોડી અને લોકરમાં પડેલા 52 તોલા સોનાના આભૂષણો અને અન્ય 80 હજાર જેટલી રોકડ રકમ લઈ તસ્કરો ફરાર બન્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીના વધતા બનાવને લઈ અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.ત્યારે બલદાણા ગામે આ પ્રકારની ઘટના બનતા સમગ્ર બલદાણામાં પણ આ મામલે રોષ ફેલાયો હતો. લાલજીભાઈ પટેલ અને તેમનો પરિવાર મકાનના છત ઉપર રાત્રી દરમિયાન સૂતો હતો તે દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અને ઘરના ઓરડામાં આવેલા લોકરમાં પડેલા 52 તોલા ના આભૂષણો તેમજ 80 હજાર રોકડ રકમની ઉઠાતરી કરી તસ્કરો ફરાર બનવાની ઘટનાને સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમો કામે લાગી હતી.ત્યારે આ અંગે વઢવાણ પોલીસને સફળતા મળી છે વઢવાણ પોલીસે ચોરી કરનારા બે આરોપીઓને ઝડપી લીધા છે જેમાં પૂનમ ઉર્ફે પૂનો રમેશભાઈ ઠાકોર અને અલ્પેશ કોળી દ્વારા આ ચોરીની સમગ્ર ઘટના આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે હાલમાં બંને આરોપીઓને ઝડપી લઇ અને વઢવાણ પોલીસ દ્વારા કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આ અંગે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે ઘર-ફોડ ચોરી ડિટેકશન વઢવાણ પોલીસે કરતા આ કામગીરી જિલ્લા પોલીસવડા ગીરીશભાઈ પંડ્યા એ પણ બિરદાવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
यूपी, पंजाब, केरल में उपचुनाव की तारीख बदली:14 सीटों पर अब 13 की जगह 20 नवंबर को वोटिंग
उत्तर प्रदेश, पंजाब और केरल में होने वाले विधानसभा उपचुनाव की तारीख बदल गई है। चुनाव आयोग ने...
प्रियंका बोलीं- राहुल और वायनाड के रिश्ते को मजबूत करूंगी:वायनाड के लोगों से कहा- फाइटर के रूप में यह मेरी पहली यात्रा नहीं
कांग्रेस महासचिव प्रियंका गांधी वाड्रा ने वायनाड के लोगों को ओपन लेटर लिखकर कहा- मैं राहुल और...
Commodity Market | Sugar Industry को बढ़ी राहत, Sugar Products से Ethanol बनाने के फैसले पर सुनवाई
Commodity Market | Sugar Industry को बढ़ी राहत, Sugar Products से Ethanol बनाने के फैसले पर सुनवाई