ગત તારીખ 13ને રવિવારના રોજના ડો.બાબાસાહેબ ઓપન યુનિવર્સિટી અમદાવાદ ખાતે રાજ્યભરના મુખ્ય શિક્ષકની જનરલ સભા નું આયોજન કરવામાં આવેલું. જેની અંદર મુખ્ય શિક્ષક HTATના બદલીના નિયમો બાબતે રાજ્યના શિક્ષણ વિભાગમાં સૂચનો શું આપવા તેમ માટે મનોમંથન કરી,મુખ્ય શિક્ષક બદલી, મહેકમ તેમજ કેડર ના પ્રકાર અંગે રાજ્યભરના મુખ્ય શિક્ષકોનો અભિપ્રાય લઈ સૂચનો મુકવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી.મુખ્ય શિક્ષકોના નિયમો બાબતે 10 થી 12 જેટલી જુદી જુદી વિવિધ માંગણીઓ બાબતે સૂચનો રજૂ કરવામાં આવ્યા. તેમ જ તેનો ડ્રાફિ્ંટગ કરવામાં આવ્યું.આ જનસભા ની અંદર રાજ્યભરમાંથી અંદાજે 500 જેટલા મુખ્ય શિક્ષકો એ હાજરી નોંધાવી હતી.જેમાંથી સુરેન્દ્રનગર જિલ્લામાંથી 50 મુખ્ય શિક્ષકો આ જનસભા ની અંદર જોડાયા હતા. મુખ્ય શિક્ષક જનસભા ની અંદર સુરેન્દ્રનગરમાંથી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ સુરેન્દ્રનગર અધ્યક્ષ અને મુખ્ય શિક્ષક રણછોડભાઈકટારીયા,મહામંત્રી દશરથસિંહ અશ્વાર તેમજ મુખ્ય શિક્ષક શૈક્ષિક મહાસંઘ પ્રાંત કારોબારી સભ્ય હેમલભાઈ તુરખિયા તેમજ મુખ્ય શિક્ષક શૈક્ષિક મહાસંઘ સુરેન્દ્રનગર અધ્યક્ષ મહેન્દ્રસિંહ સોલંકી મહામંત્રી મુકેશભાઈ બદ્રેશિયા તેમજ સંગઠન મંત્રી ડો. મુકેશભાઈ મકવાણા તેમજ જિલ્લા કારોબારીના તમામ સભ્યો સાથે સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 50 જેટલા મુખ્ય શિક્ષકો આ જનસભા ની અંદર જોડાયા હતા.તૈયાર કરાયેલ મુખ્ય શિક્ષકના બદલી,મહેકમ અને કેડર અંગેનો ડ્રાફટ સોમવારે શિક્ષણવિભાગની કચેરી ગાંધીનગર ખાતે જમાં કરાવવામાં આવશે.