સાવરકુંડલા કોર્ટે પત્ની ભાવિકાબેનનિ હાજરીમાં જ નેસડી ગામની એક સગીરાને પ્રેમજાળમા ફસાવી તેના પર દુષ્કર્મ આચરવાના કેસમા નેસડીના પરિણિત યુવક ગૌતમ મનુભાઇ મકવાણા નામના શખ્સને ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી ને ૬૦ હજારનો દંડ પણ ફટકાર્યો સગીરાને રૂપિયા ૫૫ હજારનું વળતર ચૂકવવા પણ હુકમ સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે એક સગીરાને પ્રેમજાળમા ફસાવી તેના પર દુષ્કર્મ આચરવાના કેસમા અહીની અદાલતે પરિણિત યુવકને ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે . સાવરકુંડલાની અદાલતે નેસડી ગામના ગૌતમ મનુભાઇ મકવાણા નામના શખ્સને આ સજા ફટકારી હતી . જયારે તેની પત્ની ભાવિકાબેન ગૌતમ મકવાણાને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો હતો . ગૌતમ મકવાણા પોતે પરિણિત હોવા છતા ગામની મજુરીકામ કરતી એક સગીરાને પ્રેમજાળમા ફસાવી હતી . અને વર્ષ ૨૦૨૦ મા અલગ અલગ જગ્યાએ આ સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યુ હતુ . ગૌતમ મકવાણાએ પોતાની પત્નીની હાજરીમા પણ સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતુ . જે અંગે ફરિયાદ નોંધાયા બાદ સાવરકુંડલાની સ્પેશ્યલ કોર્ટમા કેસ ચાલ્યો હતો . અહીના અધિક જિલ્લા સરકારી વકિલ વિકાસ વડેરાની દલીલો માન્ય રાખી સ્પેશ્યલ કોર્ટના જજ ભુમિકાબેન ચંદારાણાએ ગૌતમ મકવાણાને ૧૦ વર્ષની સખત કેદ તથા રૂપિયા ૬૦ હજારનો દંડ ફટકાર્યો હતો . ઉપરાંત સગીરાને રૂપિયા ૫૫ હજારનુ વળતર ચુકવવા હુકમ કર્યો હતો . રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી