જિલ્લા અને તાલુકા કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો ને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિત એવોર્ડ એનાયત કરવામાં આવતો હોય છે.ત્યારે વર્ષ ૨૦૨૩ માં બનાસકાંઠા જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક માટે જિલ્લા કક્ષાના અને તાલુકા કક્ષાના કુલ મળી ૨૩ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે. આગામી પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષકદિનના પવિત્ર દિવસે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે પારિતોષિક એવોર્ડ આપવામાં આવશે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સાલપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સમીરકુમાર બાબુલાલ પટેલની પસંદગી કરવામાં આવી છે.. તાલુકા ના શિક્ષકો માં ખૂબ લોક ચાહના ધરાવતા અને યુવાન શિક્ષકો માટે રોલ મોડલ એવા સમીર ભાઈ ની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ માટે પસંદગી થતા શુભેચ્છકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે...

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं