અમરેલી જીલ્લાના ખાંભા યુનિટના હોમગાર્ડ જવાનનું અવસાન થતાં એક લાખ પંચાવન હજારનો ચેક અર્પણ કરાયો.- ધારાસભ્યશ્રી અને જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ઉપસ્થિત રહ્યા.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

હોમગાર્ડઝ સભ્યો પોલીસની મદદમાં કાયદો વ્યવસ્થા તેમજ ધાર્મિક અને વી.વી.આઈ.પી. બંદોબસ્ત તેમજ ચૂટંણી જેવી અગત્યની ફરજો ઉપરાંત કુદરતી અને માનવ સર્જિત આપત્તિ વેળાએ ખભે ખભા મેળવી નિષ્કામ સેવા કરી રહ્યા છે. 

 અમરેલી જીલ્લાના ખાંભા યુનિટના જવાનશ્રી એ.બી. ઠુમ્મરનાઓનું અવસાન થતાં સ્વર્ગસ્થનાં વારસદાર (પત્નિ) ગં.સ્વ. કાજલબેન એ. ઠુમ્મરનાઓને 

કમાન્ડન્ટ જનરલશ્રી ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ (ગુજરાત રાજ્ય હોમ ગાર્ડ કલ્યાણ નિધિ )

રૂપિયા ૧,૫૫,૦૦૦/- નો ચેક અર્પણ કરાયો.

ધારાસભ્યશ્રી જે.વી.કાકડિયા, (ધારી,બગસરા,ખાંભા)ના વરદ હસ્તે શ્રી અશોક જોષી,જીલ્લા કમાન્ડન્ટશ્રી અમરેલી તથા શ્રી કાળુભાઈ ફિંડોળીયા, ચેરમેનશ્રી, સિંચાઇ સમિતિ, જીલ્લા પંચાયત અમરેલી તથા શ્રી અરવિંદભાઈ ચાવડા,સદસ્ય શ્રી, જીલ્લા પંચાયત,અમરેલી અને શ્રી હમીરભાઇ ભરવાડ, દંડક શ્રી, તા.પંચાયત, ખાંભાનાઓની હાજરીમા ચેક અર્પણ કરાયો હતો. આ તકે શ્રી કંટ્રોલ ઇન્ચાર્જશ્રી શરદ સાપરીયા તથા પૂર્વ ઑફિસરશ્રી કાંતિભાઈ ઠુમ્મર વગેરે હાજર રહેલ.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજુભાઈ હરિયાણી, એડવોકેટશ્રી, ખાંભાએ કરેલ. હોમગાર્ડ યુનિટ ખાંભાના જવાનો હાજર રહેેેેલ.આ તકે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.તેમ શ્રી ચંદુ દેવરા, ઑફિસર ઈનચાર્જ, હોમ ગાર્ડ યુનિટ, ખાંભાનાઓની યાદી જણાવે છે.

રિપોર્ટર:- કિનલ પંડ્યા રાજુલા..