શહેરા નગર ની સિંધી ચોકડી પાસે મેઈન બજાર તરફ જતા રસ્તામાં ગટર લાઈન નું કામ કરવામાં આવી રહ્યું છે. તે કામ શહેરા નગરપાલિકા દ્વારા ગામના લોકોની સુખાકારી માટે ગટર લાઈન નું કામ મંજુર કર્યું હતું. કોન્ટ્રાકટર અને અધિકારીઓ ની મીલીભગત ના કારણે પોતાનું કમાણીનું સાધન બનાવી દીધું.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
વિકાસ એ જ લક્ષ્ય ના સૂત્ર ઉપર કામ કરતા શહેરા તાલુકા મત વિસ્તાર ના લોકપ્રિય ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ ની છબી આવા કોન્ટ્રાકટરો ખરડવાનું કામ કરી રહ્યા છે. તેવી લોક ચર્ચા જોવા મળી હતી. અને આ કામ કરનાર કોન્ટ્રાકટરો એ ગટર ના ઢાંકણા નું કામ સાવ તકલાદી કર્યું છે.જ્યારે ગટર પર એના ઢાંકણા નાખવામાં આવ્યા એના બે જ દિવસમાં લોકોની આવ-જા ના પગલે આ ગટર ના ઢાંકણા તુટી ગયા છે. અને આવા તકલાદી કામ બદલ ત્યાંના રહીશો માં અનેક ચર્ચા ઓ જોવા મળી હતી. આ કામને કરનાર કોન્ટ્રાકટર ને અને આવા ભ્રષ્ટાચારી અધિકારી ને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી લોકોમાં ચર્ચા ઉભી થઈ હતી.
શહેરા નગરના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે. પરંતુ લેભાગુ તત્વોના કારણે આવા જ તકલાદી કામ શહેરા નગરમાં થયા છે.જેથી અહીં વિકાસ માટે ગમે એટલા નાણા આવે પરંતુ તે ખિસ્સામાં જ જાય છે. માટે આ પોલ ખુલતા હવે તંત્ર કઈ રીતે ભરે છે તેના ઉપર સૌની નજર છે. આ બાબતે વાતચીત માં અનિલ લુહાર ને પૂછતાં જાણવા મળ્યું હતું કે નગરપાલિકા દ્વારા ગટરના ઢાંકણા જે નાખવામાં આવ્યા હતા. એ ઢાંકણા નાખ્યા ના બે દિવસ માંજ તૂટી ગયા છે. ખબર નહીં કે નગર પાલિકા ભ્રષ્ટાચાર ક્યાં સુધી ચલાવશે…??
શુ એમને કોઈ પૂછનાર, રોકનાર, ટોકનાર નથી? શુ તેઓ મનફાવ્યું કામ કરશે? આ શળગતા પ્રશ્નો ના ઉત્તર આવનાર સમય જ આપી શકે તેમ છે.