ગુજરાત સરકાર તથા રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રથમવાર યોજાનાર 36મી નેશનલ ગેમ્સ-2022નુ આયોજન કરવામાં આવેલ છે. નેશનલ ગેમ્સ બાબતે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીમાં જાગૃતિ કેળવાય તે હેતુ થી ગુજરાતના તમામ જિલ્લાઓમાં નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન “CELEBRATING UNITY THROUGH SPORTS” થીમ સાથે પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વ્યે સરસ્વતી શિશુ મંદિર હારીજ ખાતે સોમવારના રોજ ૩૬મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું છે.જે કાર્યક્રમમાં જીવનમાં રમતોનું મહત્વ બાબત માં પ્રવચન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના કેમ્પસમાં પ્રચલીત રમતો જેવી વોલીબોલ, એથ્લેટીક્સ, કબડ્ડી, ખો ખો, રસ્સા ખેંચનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં હારિજ

 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એન.વી.ગોહિલ, પીએસઆઈ આર.કે.પટેલ, હારીજ શહેરના સેવા ભાવિ અગ્રણી ઉદ્યોગપતિ જીગરભાઈ મહેતા,સ્વામી વિવેકાનંદ યુવક મંડળના સભ્ય રાજાજી ઠાકોર,શાળાના આચાર્ય સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.