જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા ના ગોતાણા ગામે આજે મેરી માટી મેરા દેશ અંતર્ગત દેશ ને હરિયાળો  માટે જૂનાગઢ જિલ્લા ના તમામ તાલુકાના ગામડાઓમાં મેરી માટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમો યોજવામાં આવી રહિયા છે ત્યારે માળીયા તાલુકા ના ગોતાણા ગામેં પણ પ્રાથમિક શાળા ખાતે કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં  74 માં વનમહોત્સવ તેમજ દેશ ની રક્ષા કરતા વીર શહીદો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ ભારતીય સેના માંથી નિવૃત જવાનો ને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથે શીલા અનાવર્ણ પણ કરવામાં આવ્યું હતું

કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજ ને ફરકાવી અને રાષ્ટ્રગાન સાથે આવેલા તમામ લોકોએ રાષ્ટ્રધ્વજ ને સલામી આપી હતી તેમજ શાળા ના બાળકો દ્વારા પોતાના હાથ માં ત્રિરંગા લઈ ઉત્સાહ સાથે જય જવાન જય કિશાન ના નારા લગાવ્યા હતા ત્યારે સ્કૂલ નું પ્રાંગણ દેશ ભક્તિ મય બની ગયુ હતું

જ્યારે કાર્યક્રમ દરમિયાન એક્સમેન જવાનો અને સરપંચ તેમજ તાલુકા પંચાયત ના સદસ્ય દ્વારા વિદ્યાર્થીઓ અને ગામ લોકોને સંબંધ્યા  તેમજ વૃક્ષા રોપણ કરી લોકો ને ધરતી હરિયાળી  બનાવવા સંદેશો પાઠવ્યો હતો

ત્યારે આ કાર્યકમ માં ગોતાણા ગામ ના સરપંચ જયરાજભાઈ ખાંભલા તેમજ તાલુકા પંચાયત ના સદસ્ય રણજિતભાઈ પારમાર ,શાળા ના આચાર્ય અને શિક્ષક મિત્રો સહિત ગામ ના આગેવાનો અને લોકો હાજર રહિયા હતા

રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ) - સંપર્ક :-9925095750