ચોટીલા તાલુકાના ધારેઈ ગામના રવિભાઈ ખોડાભાઈ જાડા દ્વારા જમીન પચાવી પાડવા અંગે કલેક્ટર અને એસપીને રજૂઆત કરી હતી. આ અંગે કલેક્ટરની સૂચના બાદ તેમના પરિવારના 3 શખસ વિરુદ્ધ જમીન પચાવવા બાબતે નાની મોલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે ચોટીલા ધારેઈ ગામના રવિભાઈ ખોડાભાઈ જાડાની વડીલો પાર્જીત 22 વીઘા જમીન આવેલી છે. તેમાં કુટુંબિક પરિવારના રમેશભાઈ જાડા અને મગનભાઈ જાડા અને મહેશભાઈ જાડા દ્વારા રવિભાઈની જમીન પચાવી પાડી હતી.તેના પર કબજો જમાવી રવિભાઈ સાથે મારપીટ કરી હતી. રવિભાઈ દ્વારા કલેક્ટર, એસપીને પોતાની જમીન પરત મેળવવા લેખિત રજૂઆત કરાઈ હતી. તે બાદ કલેક્ટરના હુકમથી પોલીસ પ્રોટેક્શન સાથે જમીન માપણી કરાઈ હતી. પરંતુ રમેશભાઈ જાડા, મગનભાઈ જાડા અને મહેશભાઈ જાડા દ્વારા જમીન પર કબજો છોડવા સહમત થયા ન હતા. તેથી ત્રણે વ્યક્તિઓને લેખિત નોટિસ પાઠવી હતી. છતાં જમીન પરનો કબજો ખાલી કર્યો ન હતો. આથી રવિભાઈ જાડા દ્વારા પરિવારને પોલીસ રક્ષણ મેળવવા અને જમીન પરત મેળવવા નાની મોલડી પોલીસ સ્ટેશનમાં રમેશભાઈ જાડા, મગનભાઈ જાડા અને મહેશભાઈ જાડા વિરુદ્ધ લેન્ડ ગેબિંગ હેઠળ ફરિયાદ દાખલ કરાઈ હતી. તેની તપાસ નાની મોલડી પોલીસ સ્ટેશનના એએસઆઈ ઇબ્રાહમભાઈ ભટ્ટી, સ્ટાફ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.