રાજ્યના પવિત્ર યાત્રાધામમાં લોકોની ધાર્મિક લાગણી દૂભાય તેવી રીતે માસ મચ્છી ટીંગાડી વેચતા શખ્સ વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.ગુના અંગે મળતી વિગતો મુજબ પવિત્ર અધિક અને શ્રાવણ માસ દરમ્યાન હિન્દુ સંગઠનો દ્વારા આવેદન પાઠવી ગેર કાયદેસર માસ મટનનું વેચાણ બંધ રહે તે માટે રજુઆત કરવામાં આવેલ હતી તેમ છતા વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠવા પામેલ તેમજ ઉચ્ચ અધિકારીઓ સુધી વિડીયો ક્લીપ પણ પહોચતા ચોટીલા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી .ચોટીલા પોલીસે તપાસ કરતા મસ્જિદ રોડ ઉપર જાહેરમાં માસ મચ્છી ટીંગાડી લોકોની ધાર્મિક લાગણી દૂભાય તેવું કૃત્ય કરતા સાદિક ઇસ્માઇલભાઇ નામનો શખ્સ મળી આવતા તેની સામે ઇપીકો 295 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.