ભારતદેશ ના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકાર દ્વારા ચાલતા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ દરમ્યાન હાલ ચાલી રહેલ મેરી મિટ્ટી મેરા દેશ ના કાર્યક્રમ દરમ્યાન આજે ડીસા તાલુકાના સદરપુર ગ્રામ પંચાયત અને સદરપુર પ્રાથમીક શાળા દ્વારા આજે 13 ઓગસ્ટ ના દિવસે ભારત દેશ ની સેવા કરતા વીર શહીદ થયેલા જવાનો ને ગામ ના લોકો દ્વારા શહીદ સ્મારક તથા તેમની તકતી નું આવરણ કરવામાં આવ્યું તે અનુસંધાને આજે શાળા ના બાળકો ને માહિતીગાર કરી વીર શહીદ જવાનો ને યાદ કરી બાળકો દ્વારા રેલી યોજી દેશ ભક્તિમય વાતાવરણમાં આજે કાર્યક્ર્મ કરી બાળકો ને હાથ મો રાષ્ટ્ર ધ્વજ આપી ગલી શેરીઓ મા વંદેમાતરમ્ જય જવાન વીર શહીદ અમર રહો ગલી ગલી મેં નારા હે હિન્દુસ્તાન હમારા હૈ ના નારા સાથે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજી શાળા ના શિક્ષકો દ્વારા બાળકો ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમમાં સદરપુર ગામના સરપંચ શ્રી વનરાજસિંહ સોલંકી,તલાટી મંત્રી શ્રી, ગ્રામ પંચાયત ના સભ્યો તેમજ ભીલડી મંડળ ભાજપ ના પ્રમુખ પનસિંહ સોલંકી, આંગણવાડી કાર્યકર બેહનો તેડાગર બેહનો અને ગામના આગેવાનો આ કાર્યક્રમમાં મા હાજરી આપી હતી,