સુરેન્દ્રનગરમાં રહેતા મહિલાને સાસરીયાઓએ માનસીક શારિરીક ત્રાસ આપતા હતા.આથી સગીર પુત્રને લઇ અલગ રહેતા મહિલાએ પતિ સામે ભરણપોષણ મેળવવા કોર્ટમાં કેસ કર્યો હતો.જેમાં કોર્ટેપત્નિ અને પુત્રના ભરણપોષણ માટે પત્નિને 2500 અને પુત્ર માટે 2000 હજાર ચુકવવા હુકમ કરાયો હતો.સુરેન્દ્રનગરના રતનપર ઉમીયાટાઉનશીપમાં રહેતા ગૌરીબેન બુટીયાએ ફેમિલી કોર્ટે સુરેન્દ્રનગર ખાતે ભરણપોષણ મેળવવા કેસ દાખલ કર્યો હતો.જેમાં 5-3-15ના રોજ થયા હતા. તેમના લગ્ન થકી તેમને એક પુત્ર આકાશ 6-6-17ના રોજ થયો હતો.ગૌરીબેનને માતાપિતાએ કરીયાવરમાં ઘરેણા તથા 30 હજાર રોકડા આપેલા હતા. સાસરીયામાં શરૂઆતમાં સારુ રાખ્યાબાદ અવારનવાર ઝઘડા અને શારિરીક અને માનસીકત્રાસ આપતા હતા. આથી રતનપર પિતા નાઘરે રહેવા આતા રહ્યા હતા.અને વકિલ કે.સી.ખાંભલા મારફત ભરણપોષણ મેળવવા માટે કેસ દાખલ કર્યો હતો. જેમાં ફરીયાદ પક્ષના વકિલની દલીલ અને આ ઉપરાંત અન્ય દસ્તાવેજી પુરાવાઓ અને ધ્યાને લઇ બીજા એડી ચીફ જ્યુડી મેજીસ્ટ્રેટ ભગવાનદાસ ઇશ્વરલાલ તારાણીએ અરજદારના પતિ દર મહિને અરજદાર માટે રૂ.2500 અને સગીર પુત્ર માટે રૂ.2000 હજાર ભરણપોષણ મળી કુલ 4500 માસિક ચુકવવા નો હુકમ કર્યો હતો. જ્યારે મહિલાને રહેઠાણના ખર્ચ બદલ દર માસે રુ.1500 નિયમિત ચુકવવા અને કૌટુંબીક હિંસાના કારણે માનસીક દુ:ખ યાતના વળતરના 10,000 રૂપીયા 60 દિવસમાં ચુકવવા હુકમ કર્યો હતો.