માળીયા હાટીના તાલુકા ના પાણીધરા ગામે મેરી માટી મેરા દેશ અંતર્ગત અને 74 માં વનમહોતસવ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યકમ માં પાણીધરા ગામ ના સરપંચ હરેશભાઇ ડાભી સહિત ગ્રામ જનો તેમજ આરોગ્ય વિભાગ ના તાલુકા હેલ્થ ઓફિસર ડો આભા મેડમ ,વન વિભાગ ના કર્મચારીઓ,આંગણવાડી કાર્યકર્તા બહેનો અને પાણીધરા પ્રાથમિક શાળા ના સ્ટાફ સહિત ભારતીય સેના ARMY ના સેવા નિવૃત જવાનો ખાસ હાજર રહિયા હતા
ત્યારે આ કાર્યકમ દરમિયાન રાષ્ટ્ર ધ્વજ ફરકાવી અને રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજ ને સલામી આપવામાં આવી હતી તેમજ વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું સાથે સાથે પ્રાથમિક શાળા પાણીધરા ના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર મજાની સ્પીચ આપી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા
કાર્યક્રમ દરમિયાન ભારતીય સેના ના જવાનો ને સાલ ઓઢાળી સન્માન સાથે બહુમાન કરવામાં આવ્યું હતું જ્યારે શાળા ના બાળકો સાથે કાર્યકમ માં ઉપસ્થિત તમામ લોકોએ ધરતી ને હરિયાળી બનવવા એક સાથે સઁકલ્પ લીધો હતો
હાલ ધરતી ઉપર ગ્લોબલ વોર્મિંગ ના કારણે વાતાવરણ માં ઘણી દૂષિત અસર જોવા મળે છે સાથે સાથે વાતાવરણ બગળી રહીયું હોય તેવા એંધાણ વર્તાઈ રહિયા છે ત્યારે ધરતી ને હરિયાળી બનાવવા વધુ વૃક્ષો નું વાવેતર કરી તેનું જતન કરવાનો સઁકલ્પ લીધો હતો
રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ)---સંપર્ક :- 9925095750
આપની આસપાસ બનતી ઘટના કે દુર્ઘટના કે પછી હોય આપની કોઈ સમસ્યા તો અમારો સંપર્ક કરો અમે બનીશું તમારો આવાજ