આગામી દિવસોમાં શ્રાવણ માસ, રક્ષાબંધન અને જન્માષ્ટમી સહિતના અનેક તહેવારો આવી રહ્યા છે.એવામાં તહેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. જેમાં છેલ્લા બે દિવસમાં સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 30નો વધારો થયો છે. જ્યારે હાલ સીંગતેલનો 15 લીટરનો ડબ્બો 3000ની સપાટીને પાર પહોંચ્યો છે. જ્યારે તૈલી વેપારીઓ માની રહ્યા છે કે આગામી દિવસોમાં હજુ પણ સિંગતેલના ભાવમાં વધારો થશે. સીંગતેલની સામે અન્ય ખાદ્ય તેલ જેવા કે સોયાબીન પામોલીન અને સનફ્લાવર તેલના ભાવમાં હાલ ઘટાડો નોંધાયો છે. હાલ ખાદ્યતેલના ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યો છે. જ્યારે છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલની નામાંકિત કંપનીઓએ 15 કિલો ડબ્બા બંધ કર્યા છે.જેની જગ્યાએ હવે 15 લિટરના ડબ્બા વહેંચાઈ રહ્યા છે. જ્યારે હાલ પ્રીમિયમ કોલેટીનું સીંગતેલ 15 લીટર ડબ્બાનો ભાવ રૂપિયા 3,000ની સપાટીને આસપાસ જોવા મળી રહ્યા છે. આ સાથે જ કપાસિયા, સનફ્લાવર અને સોયાબીન તેલમાં છેલ્લા 15 દિવસમાં ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં સનફ્લાવરમાં ડબ્બે 50 થી 60 રૂપિયા, મકાઈ તેલમાં 30 રૂપિયા પામોલીન તેલમાં પણ 60 રૂપિયા અને સોયાબીન તેલમાં પણ ધરખમ રૂપિયા 50 જેટલો ભાવ ઘટાડો નોંધાયો જ્યારે સાઈડ તેલમાં ભાવ ઘટાડવાની વાત કરવામાં આવે તો હાલ અન્ય દેશોમાંથી આવતા ખાદ્યતેલો મોટા પ્રમાણમાં ભારતમાં આવ્યા છે અને તેનો સ્ટોક પોર્ટ પર વધારે જોવા મળી રહ્યો છે. જ્યારે તેની માંગ જોઈએ એટલી નથી.જેના કારણે સાઇડ તેલમાં ભાવ ઘટાડો નોંધાયો છે. જેની સામે સિંગતેલની વાત કરવામાં આવે તો સિંગતેલમાં ભાવ વધારો થયો છે જેનું કારણ એ છે કે જ્યારે હાલ બજારમાં સીંગતેલની અછત જોવા મળી રહી છે. આ સાથે જ પ્રીમિયમ ક્વોલિટીનું સારું સીંગતેલ બજારમાં હાલમાં નથી મળી રહ્યું. બીજી તરફ સમગ્ર રાજ્યમાં સારો એવો વરસાદ થયો છે. જેના કારણે મગફળીનો પાક પલળી ગયો છે. પલળેલી મગફળી પિલાણમાં ચાલતી નથી. જેના કારણે આગામી દિવસોમાં હજુ પણ સિંગતેલના ભાવમાં થોડો ઘણો વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. જ્યારે છેલ્લા ત્રણ મહિનામાં સિંગતેલના 15 લિટરના ભાવ રૂપિયા 250 જેટલા વધ્યા છે.છેલ્લા પાંચ વર્ષમાં ડગલેને પગલે મોંઘવારી સતત વધી રહી છે.જેમાં લગભગ તમામ જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવ વધ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે છેલ્લા બે મહિનામાં ખાદ્યતેલની વાત કરવામાં આવે તો સિંગતેલ અથવા તો કપાસિયા તેલમાં 200 થી 250 રૂપિયા ભાવ વધારો આવ્યો છે.