લખતર તાલુકાનાં ભાથરીયા ગામે એક જ રાતમાં બે વ્યક્તિઓના ઘરેથી બકરીઓની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઇને ભોગ બનનાર વ્યક્તિઓએ લખતર પોલીસને લેખિત અરજી કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.લખતર તાલુકા મથકથી બારેક કી.મી. દૂર તાલુકાનું ભાથરીયા ગામ આવેલું છે. આ ગામમાં રહેતા દેવકરણભાઈ ધુડાભાઈ બોરિયા તથા ઉર્મિલાબેન સાગરભાઈ મકવાણાએ તા.8-8-23ના રોજ લખતર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી.આ અરજીમાં દેવકરણભાઈએ જણાવ્યું હતું કે, તેઓ રાતે સૂતા હતા તે સમયે તેમના વાડામાંથી 2 બકરા કોઈ અજાણ્યો શખ્સ લઈ ગયેલા છે. જ્યારે ઉર્મિલાબેનના વાડામાંથી સાત બકરાને કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો હોવાનું જણાવી પોલીસને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે, ગ્રામજનોના જણાવ્યા અનુસાર ઉર્મિલાબેન બકરીઓ થકી જ ઘરનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે હવે આ બકરીઓ ચોરાઈ જતાં મુશ્કેલી પડવાની શક્યતા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Infinix ने लॉन्च किया सस्ता फोल्डेबल फोन, कम दाम में सैमसंग और शाओमी को मिलेगी टक्कर 
 
                      इंफिनिक्स ने ग्लोबल मार्केट में अपना पहला फोल्डेबल स्मार्टफोन लॉन्च किया है। आने वाले दिनों में...
                  
   સિંહે કૂતરાને જોઈ દોડ મૂકી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ 
 
                       
કહેવત છે..સમય બળવાન હોય છે..ડાલામથ્થા સિહ પાછળ કૂતરા દોડતા હોય તવો વિડીયા શોશ્યલ મીડીયા...
                  
   খাৰুপেটীয়াত মৰণ ফান্দ সদৃশ বাঁহৰ সাঁকো ৰে যাতায়ত শ শ পথচাৰী ৰ 
 
                      দৰং ৰ দলগাঁও বিধানসভা সমষ্টি ৰ অন্তৰ্গত খাৰুপেটীয়া নগৰ ৰ পৰা ভকতপাৰা লৈ যোৱা পথৰ বাহাবাৰী গাঁও ত...
                  
   જોરાવરનગર પોલીસે દારૂ સાથે 2 આરોપીને પકડી લીધા. 
 
                      જોરાવરનગર પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોવા દરમિયાન વિદેશી દારૂ અંગે બાતમી મળી હતી. આથી શહેરના રતનપર...
                  
   
  
  
 