લખતર તાલુકાનાં ભાથરીયા ગામે એક જ રાતમાં બે વ્યક્તિઓના ઘરેથી બકરીઓની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઇને ભોગ બનનાર વ્યક્તિઓએ લખતર પોલીસને લેખિત અરજી કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.લખતર તાલુકા મથકથી બારેક કી.મી. દૂર તાલુકાનું ભાથરીયા ગામ આવેલું છે. આ ગામમાં રહેતા દેવકરણભાઈ ધુડાભાઈ બોરિયા તથા ઉર્મિલાબેન સાગરભાઈ મકવાણાએ તા.8-8-23ના રોજ લખતર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી.આ અરજીમાં દેવકરણભાઈએ જણાવ્યું હતું કે, તેઓ રાતે સૂતા હતા તે સમયે તેમના વાડામાંથી 2 બકરા કોઈ અજાણ્યો શખ્સ લઈ ગયેલા છે. જ્યારે ઉર્મિલાબેનના વાડામાંથી સાત બકરાને કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો હોવાનું જણાવી પોલીસને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે, ગ્રામજનોના જણાવ્યા અનુસાર ઉર્મિલાબેન બકરીઓ થકી જ ઘરનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે હવે આ બકરીઓ ચોરાઈ જતાં મુશ્કેલી પડવાની શક્યતા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
છોટાઉદેપુર એલ.સી.બી દ્વારા કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વધુ એક ઝોલાછાપ ડોકટરને ઝડપી પાડી કિ.રુ.૧૨,૪૮૪.૫૪/- નો મુદ્દામાલ જપ્ત કરાયો
પાવીજેતપુર તાલુકાના કદવાલ વિસ્તારમાંથી વધુ એક ઝોલાછાપ ડોક્ટરને છોટાઉદેપુર એલસીબી દ્વારા...
ગુજરાતઃ આરસી બુક બાદ હવે ડ્રાઇવિંગ લાયસન્સ પણ માત્ર એક જ જગ્યાએથી પ્રિન્ટ થશે,જાણો
રાજ્યમાં વાહનની આરસી બુક બાદ હવે રાજ્યના વાહનવ્યવહાર વિભાગે પણ ડ્રાઇવિંગ લાયસન્સની પ્રિન્ટિંગનું...
I Phone Only 5000🔥 Cheapest Second Hand Mobile Market in Guwahati/
I Phone Only 5000🔥 Cheapest Second Hand Mobile Market in Guwahati/
আপোনালোকৰ সুবিধাৰ্থে এই...
કઠલાલ ના થોરીવાસથી પગપાળા સંઘ બહુચરાજી જવા રવાના થયો
કઠલાલ ના થોરીવાસ વિસ્તારમાંથી દર વર્ષે ભક્તો પગપાળા બહુચરાજી માતાના મંદિરે સંઘ લઈને જતા હોય...
প্ৰেৰণা 'বস্ত্ৰ বেংক', নাবিক, মানুহে মানুহৰ বাবে দৰঙত বস্ত্ৰ বিতৰণ
বিধানসভা সমষ্টিৰ অন্তৰ্গত চপাই শালৈপাৰা - লংকাপুৰী অঞ্চলত যোৱা ১৬ জুনৰ পৰা হোৱা বানপানীত বিস্তৰ...