મહીસાગર જિલ્લામાં કતલખાને લઈ જવાતા ગૌવંશને એલસીબી પોલીસ દ્વારા બચાવી લેવાના બે બનાવો સામે આવ્યા છે. જેમાં મહીસાગર એલ.સી.બી પીઆઇ આર.ડી. ભરવાડની સુચના અને માર્ગદર્શનમાં સ્ટાફ ટીમ લુણાવાડા તાલુકા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ તેમજ વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે પાલ્લા આંકલવા રોડ ઉપર પાલ્લા તરફથી એક ઓટો રીક્ષામાં ગૌ વંશ વાછરડા ભરી લુણાવાડા તરફ કતલખાને કતલ કરવા સારૂ લઇ જનાર છે તેવી બાતમીના આધારે મહીસાગર એલસીબી ટીમ આંકલવા ગામની સીમમાં વોચમાં હતી તે દરમ્યાન બાતમી વાળી રીક્ષા આવતા તેમાં તપાસ કરતાં એક ગૌ વંશ સાથે ત્રણ આરોપીઓને કુલ કીમત રૂપિયા ૯૦,૮૬૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા તો બીજા બનાવમાં લીંમડીયા તરફથી એક સફેદ કલરના પીકઅપ વાહનમાં ગૌવંશ ગાયો ભરી લુણાવાડા તરફ કતલખાને કતલ કરવા સારૂ લઇ જનાર છે તેવી બાતમીના આધારે મહીસાગર એલ.સી.બી. સ્ટાફના માણસો સોનેલા આઇ.ટી.આઇ નજીક વોચ રાખી ઊભા હતા તે દરમ્યાન બાતમીવાળા પીકઅપ વાહનમાંથી કતલખાને લઇ જવાતા ગૌ વંશ ગાયો સાથે એક આરોપીને કુલ કીમત રૂપિયા ૩,૩૦,૬૪૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ તમામ આરોપીઓ વિરૂધ્ધ પ્રાણી ક્રુરતા નિવારણ અધિનયમ તથા પશુ સંરક્ષણ અધીનીયમ તેમજ જી.પી.એકટ કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं