રિપોર્ટ. લતીફ સુમરા

આજરોજ જુનાડીસા પ્રાથમિક શાળા નં .5 બાલવાટિકા માં ભણતા જૈનમ નિતેશકુમાર પ્રજાપતિ(ધુણસોલા)ના જન્મદિવસની ઉજવણી પ્રસંગે તેના પરિવારજનો તરફથી શાળામાં કેક કાપી, ચોકલેટ આપવામાં આવી.શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફગણે જૈનમને શુભેચ્છા પાઠવી ત્યાર પછી શાળાના તમામ બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું.

આ પ્રસંગે બાળકોને તિથિ ભોજન આપવા બદલ શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફગણે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો.