દિયોદર તપસ્વી કેમ્પસ ખાતે નર્સિંગ કોલેજ ના સ્ટુડન્ટ નો લેમ્પ લાઈટિંગ અને ઓથ ટેકિંગ ની ઉજવણી કરાઈ. (મતલબ) સળગતી લાઈટ સામે (ઓથ) પ્રતિજ્ઞા લેવડાવ્યા..,,બનાસકાંઠા જિલ્લાના દિયોદર ના તપસ્વી કેમ્પસ ખાતે આજે નર્સિંગ સ્ટુડન્ટ ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના લેમ્પ લાઈટ સાથે ઓથ ની ઉજવણી સાથે શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ ના પ્રવેશ સત્કાર સમારંભ યોજાયો હતો. દિયોદર શ્રી તપસ્વી કેમ્પસ વિવિધ ફેકલ્ટી ના વિદ્યાર્થીઓ ના કોલેજ પ્રવેશ અને નર્સિંગ કોલેજ ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ ના લેમ્પ લાઈટિંગ એન્ડ ઓથ ટેકીંગ સેરમસની કાર્યક્રમ યોજાયો હતો.બનાસકાંઠા જિલ્લાના અંતરીયાળ વિસ્તારમાં માં શિક્ષણ ની જ્યોત પ્રજલિત રહે એ માટે શ્રી તપસ્વી કેમ્પસ ના પ્રમુખ ડાહ્યાભાઈ પટેલ દ્વારા સમાન્ય હોસ્ટેલ થી શરુઆત કરનાર તપસ્વી કેમ્પસ બની સમગ્ર દિયોદર પંથકમાં શિક્ષણ માટે હબ બની છે. ત્યારે ખેતી અને પશુપાલન ધંધા રોજગાર સાથે સંકળાયેલા વાલીઓ માટે દિકરીઓ મોટા શહેરોમાં માં મળતું હાઈ કોલેટી શિક્ષણ ઘર આંગણે મળશે. ત્યારે શ્રી તપસ્વી કેમ્પસ ખાતે નર્સિંગ કોલેજ ના સ્ટુડન્ટ નો લેમ્પ લાઈટ એન્ડ ઓથ ટેકિગ સેરમની કાર્યક્રમ ની ઉજવણી સાથે શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ ના સાડા ચારસો વિદ્યાર્થીઓનો કોલેજ પ્રવેશ નો સત્કાર સમારંભ યોજાયો. જેમાં ગુજરાત ભાજપ સ્પોર્ટ કનવિનર , બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ડો. બાબા સાહેબ ઓપન યુિવર્સિટી ,સદભાવના ગ્રુપ ના ચેરમેન હરેશ ભાઈ ચૌધરી, ઉત્તર ગુજરાત નર્સિંગ કોલેજ ના ચેરમેન અને ભાન્ડુ નર્સિંગ કોલેજ પ્રિન્સિપાલ ડો. બી ડી પાટીદાર, દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, દિયોદર મામલતદાર દેસાઇ, શ્રી તપસ્વી કેમ્પસ ના પ્રમુખ ડાહ્યાભાઈ પટેલ,રૈયા જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઇ ચૌધરી, દિયોદર તાલુકા આરોગ્ય અધિકારી આર. એમ સ્વામી, દિયોદર UGVCL ઇજનેર એમ એમ શેખ, અમરતભાઈ ભાટી,જામાભાઈ પટેલ તેેેમજ વાલી ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા...આ કાર્યક્રમમાં સંકુલ ના પ્રમુખ ડાયાભાઈ ચૌધરી એ સંકુલ વિશે ની વિગતવાર માહિતી આપી હતી. આ કાર્યક્રમ માં લેમ્પ લાઈટીંગ સેરેનેમી એન્ડ ઓર્થોટેકિંગ તેરેનેમી એ ભવ્ય આકર્ષણ જમાવ્યું હતું.આ ભવ્ય કાર્યક્રમ માં શાળા ના આચાર્ય હેતલબેન ઠક્કર ની સેવા બિરદાવી સન્માન કરવામાં આવ્યું હતું..