રિપોર્ટ. લતીફ સુમરા

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જુનાડીસા બનાસ નદીમાં વધુ એક યુવક ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે. ડીસા તાલુકાના વાસણા ગામે બકરા ચરાવવા મિત્રો સાથે ગયેલો એક યુવક નદીમાં ન્હાવા પડતા ડૂબી જતા લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.બનાવને પગલે ડીસા તાલુકા પોલિસ સહિત સ્થાનિક તારવૈયાઓની ટીમે યુવકની શોધખોળ હાથ ધરી છે. ડીસા તાલુકાના વાસણા ગામ પાસે બનાસનદીમાં એક યુવક ડૂબ્યો હતો. વાસણા ગામે રહેતો શૈલેષ પટણી નામનો 18 વર્ષીય યુવક તેના ત્રણ મિત્રો સાથે બકરા ચરાવવા બનાસ નદી તરફ હતો.તે સમયે શૈલેષ નદીમાં ન્હાવા પડતા પાણીના વમણમાં ફસાઈ જતા ડૂબવા લાગ્યો હતો. શૈલેષને ડૂબતો જોઈ તેના મિત્રો પણ તેને બચાવવા માટે નદીમાં કૂદી પડ્યા હતા પરંતુ ઘણા પ્રયાસો કરવા છતાં શૈલેષને ડૂબતો બચાવી ન શક્યા આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને યુવકને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તો યુવક ડૂબી ગયો હતો. બનાવની જાણ થતાં ગામના સરપંચ સહિત યુવકના પરિવારજનોએ જાણ કરતા ડીસા તાલુકા પોલીસ સહિત અધિકારીઓની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને ફાયર સેફ્ટીના સાધનો સાથે સ્થાનિક તારવૈયાઓની ટીમે યુવકની શોધખોળ હતી ઉલ્લેખનીય છે કે ડૂબેલા યુવક શૈલેષ પટણી ના કાકાનો દીકરો સનિ પટણી પણ અગાઉ 2017 માં બનાસનદીમાં જ ડૂબી જતા મોત નીપજ્યું હતું. ત્યારબાદ આજે ફરી એકવાર પટણી પરિવારમાં યુવક ડૂબી જતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાસ નદીમાં પાણી છોડાયું ત્યારથી જ તંત્ર દ્વારા બનાસ નદીમાં અવરજવર ન કરવા માટે વારંવાર સૂચનાઓ આપી લોકોને અપીલ કરવામાં આવી છે તેમ છતાં પણ કેટલાક લોકો તંત્રની આ સૂચનાને અવગણીને બનાસ નદી માં નાહવા પડી રહ્યા છે અને બાદમાં આવી ઘટનાઓ સર્જાય છે ત્યારે ફરી એકવાર તંત્ર દ્વારા નદી કાંઠે રહેતા અને ગામડામાં રહેતા લોકોને બનાસ નદીમાં અવરજવર ન કરવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે