પકડાયેલ ૦૪ આરોપીઓ તથા વોન્ટેડ ૦૧ આરોપી પાસેથી રૂ .૨,૫૮૪ / -ની કિંમતનો દેશી દારૂ તથા અન્ય મળીને કુલ રૂ .૨૧,૩૨૪ / -નો મુદ્દામાલ જપ્ત

ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી હકિકત મળેલ કે, “અમદાવાદ શહેરના , દરિયાપુર , મેણવાડમાં રહેતા સેજલબેન ભદ્રેશભાઇ ઠાકોર તથા તેનો દિકરો ઉમેશ બંને પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમાં બીન અધિકૃત રીતે દેશી દારૂ સંગ્રહ કરી પોતાના મળતીયા માણસો રાખી પોતાના ઘરની પાસે જાહેર જગ્યામા છાપરૂ બનાવી દેશી દારૂનુ વેચાણ કરી/કરાવે છે.” તે માહિતી આધારે તા. ૩૦/૦૮/૨૦૨૨ ના રોજ રેઈડ કરી, દેશી દારૂ, કુલ કિં.રૂ.૨,૫૮૪/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૨૧,૩૨૪/- નો મુદ્દામાલ કબ્જે કરી, પકડાયેલ ૦૪ આરોપીઓ તથા વોન્ટેડ ૦૧ આરોપી વિરુધ્ધ અમદાવાદ શહેરના , દરિયાપુર પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.