કામરેજના બાપા સીતારામ ચોક રોડ પર આવેલા એબીસી મોલ ખાતે ગત રોજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કામરેજ ધારાસભ્ય,શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની રાહબરી હેઠળ યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં કામરેજ મામતદાર રશ્મીન ઠાકોર,સામજિક અગ્રણી ભાસ્કર વાડદોરિયા,કામરેજ ગ્રામ પંચાયત સરપંચ કિંજલબેન શાહ સહિત મામલતદાર કચેરી,તાલુકા પંચાયત કચેરી તેમજ ગ્રામ પંચાયત કચેરી સહિતના કર્મચારીની ઉપસ્થિતિમાં પ્રજાજનોને વિવિધ સુવિધા એક જ સ્થળે પૂરી પાડવામાં આવી હતી.ગત રોજ દશેક વાગ્યા આસપાસ શરૂ થયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત કામરેજ મામલતદાર રશ્મીન ઠાકોરે જણાવ્યું હતું કે રવિવારના જાહેર રજાના દિવસે આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં કામરેજ તાલુકાના ગામો સહિત આજુબાજુની સોસાયટીના લાભાર્થીઓ દ્વારા મોટા પ્રમાણમાં તેનો લાભ લઈ શકે તે માટે એક સ્થળે વિવિધ સરકારી યોજનામાં સહાય ભૂત જરૂરી પ્રમાણ પત્રો સહિત આરોગ્ય લક્ષી ચકાસણી સેવાનું આયોજન પણ કારાયું હતું.સવારે દશ થી સાંજે પાંચ વાગ્યા સુધીના સેવસેતું કાર્યક્રમમાં આભા હેલ્થ કાર્ડના 300,આયુષ્માન કાર્ડ 72 નવા 15 રીન્યુ,આધાર કાર્ડ 86 આવક અને જાતિના 175 પ્રમાણપત્ર તેમજ એનસીડી સ્ક્રીનીંગના 256 લાભાર્થીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો હતો.