આણંદ જિલ્લામાં લમ્પી સ્કિન ડિસીઝ  રોગશાળા ને નાથવા યુદ્ધના ધોરણે કામગીરી.કરવામા આવી શરૂ.

જિલ્લામાં ૨૦,૩૨૦ પશુઓનું રસીકરણ:૨૪૧ પૈકી ૧૫૭ પશુઓ રોગના લક્ષણોમાંથી બહાર આવ્યા: ૭૮ પશુઓ સારવાર હેઠળ

જિલ્લાભરમાં ૨.૫૦ લાખથી વધુ પશુઓને રસીકરણ હેઠળ આવરી લેવાશે: ૩ લાખ રસીના ડોઝ ઉપલબ્ધ

ટાસ્ક ફોર્સના સભ્યશ્રી દિપક પાટીલે જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત

આણંદ જિલ્લામાં પશુઓમાં ફેલાયેલા લમ્પી સ્કીન ડિસિઝને નાથવા જિલ્લા પ્રશાસનના સહયોગથી જિલ્લા પંચાયતનો પશુપાલન વિભાગ સતર્ક બન્યો છે. આણંદ જિલ્લામાં લંપી રોગ સામે પશુઓને રક્ષિત કરવા સારવાર અને રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી  હોવાનું નાયબ પશુપાલન નિયામક ડો.સ્નેહલ પટેલે જણાવ્યું છે. 

    ડો. પટેલે જણાવ્યું કે આણંદ જિલ્લામાં પશુઓને લમ્પી સ્કીન ડીસીઝ રોગચાળાથી બચાવ કરવા માટે અમુલ ડેરી તથા પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાના તમામ તાલુકામાં કુલ ૨૦,૩૨૦ પશુઓને રસી મૂકવામાં આવી છે. અત્યાર સુધી ૨૪૧ અસરગ્રસ્ત તમામ પશુઓને સારવાર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જેમાંથી ૧૫૭ પશુઓ રોગના લક્ષણોમાંથી બહાર આવી ખોરાક લેવાનું ચાલુ કર્યું છે.જ્યારે ૭૮ પશુ સારવાર હેઠળ છે.આણંદ જિલ્લાના તમામ તાલુકામાં લમ્પી સ્કીન ડીસીઝ રોગચાળાથી બચાવ કરવા માટે અમુલ ડેરી તથા પશુપાલન વિભાગ કામગીરી કરી રહ્યો છે. જેમાં ૨૫ પશુધન નિરિક્ષક તથા અમુલ ડેરીના વેક્સીનેટરની ટીમ બનાવી ૨,૫૦,૦૦૦/- થી વધુ પશુઓને રસીકરણ હેઠળ આવરી લઇ વહેલામાં વહેલી તકે રસીકરણ કરવા માટે સઘન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, હાલમાં પશુપાલન વિભાગ પાસે ૧,૦૦,૦૦૦/-તથા અમુલ ડેરી પાસે ૨,૦૦,૦૦૦/- ડોઝ રસીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્ય સરકારની ટાસ્ક ફોર્સના સભ્યશ્રી દિપક પાટીલે જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. નાયબ પશુપાલન નિયામક ડો.સ્નેહલ પટેલે બેડવા ગામે પશુ વેચાણ બજારની મુલાકાત લઇ અત્યારના સંજોગોમા પશુ વેપાર તદ્દન બંધ કરવા તથા બહારથી વેપાર માટે પશુઓ નહીં લાવવા તથા બીમાર પશુ જણાય તો તેને સારવાર કરવા તથા અલગ રાખવા ખાસ અપીલ કરી છે.

    આણંદ જિલ્લાના તમામ તાલુકાના પશુ ચિકિત્સક અધિકારી, પશુધન નિરિક્ષક, અમુલ ડેરીના પશુ ચિકિત્સક, ૧૯૬૨ના પશુ ચિકિત્સક દ્વારા શક્ય તેટલા તમામ અસરગ્રસ્ત પશુઓને સારવાર મળે અને કોઇ પણ બીમાર પશુ સારવારથી વંચિત ના રહે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

રીપોટર.. રાજેશ સોલંકી આણંદ