જ્યોતિ હાઈસ્કૂલ, ખેડબ્રહ્મા..લાઇબ્રેરી ફેસ્ટિવલ ઉજવણી.
સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા દ્વારા બે દિવસીય લાઇબ્રેરી ફેસ્ટિવલની ઉજવણીના ભાગ સ્વરૂપે તારીખ 5 ના રોજ શાળાના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો તથા સ્ટાફ સાથે લાઇબ્રેરી ફેસ્ટિવલ નું ઉદઘાટન આચાર્યશ્રી સુરેશકુમાર એસ પટેલે કર્યું હતું. જેમાં સાયન્સ વિભાગના શ્રી યોગેન્દ્ર પંડ્યા, સામાન્ય પ્રવાહનાશ્રી ભવાનસિંહ વાઘેલા અને ગ્રંથપાલશ્રી નરેશભાઈ પટેલ દ્વારા પુસ્તક વાંચનનું ના મહત્વ તથા પુસ્તક એ ખિસ્સામાં રાખેલો બગીચો છે તેની છણાવટ કરેલ તથા પુસ્તક સમીક્ષા અને કાવ્ય પઠન કરવામાં આવ્યું.. આ પ્રસંગે કેસરપુરા હાઇસ્કુલના શ્રી હાર્દિકભાઈ ચૌહાણ ની વિશેષ ઉપસ્થિતિ રહેલ અને તેમણે આ પ્રવૃત્તિને બિરજાવી હતી.
શાળા ગ્રંથાલય દ્વારા યોજેલ પુસ્તક પ્રદર્શનમાં દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોએ રૂબરૂ મુલાકાત લઈ પુસ્તકનું નામ અને લેખક નું નામ નોંધવામાં આવેલ.. આ ઉપરાંત માધ્યમિક વિભાગ દ્વારા પુસ્તક યાત્રા નગરના ઉંડવા અને મારવાડા વિસ્તારમાં કાઢવામાં આવેલ. શાળાના સુપરવાઇઝરશ્રી રજનીકાંત વાલાએ સૌનો આભાર માન્યો હતો