કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગર આયોજીત જિલ્લા યુવા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત"Youth As Job Creators" આધારિત મુળી તાલુકા કક્ષાનો યુવાઉત્સવ : 2023-24તારીખ: 04-08-2023ના રોજ શ્રી મા. અને ઉ. મા. શાળા, સરા, મુકામે યોજવામાં આવ્યો હતો.જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સરલાના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં આચાર્ય વારિસભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો..જેમાં -એક પાત્રીય અભિનયમાં ગોયલ કોમલ તાલુકા પ્રથમ-લોકનૃત્યમાં ધોરણ 12ની દીકરીઓની ટીમ તાલુકા પ્રથમ-કુચિપુડી નૃત્યમાં વાધ્રોડીયા શ્રદ્ધા તાલુકા પ્રથમ-ભરતનાટ્યમમાં ચાવડા નીલમ તાલુકા પ્રથમ-લોકવાર્તામાં ગોયલ કોમલ તાલુકા પ્રથમ-વાંસળી વાદનમાં ખોખડ ધાર્મિ તાલુકા પ્રથમ-હાર્મોનિયમવાદન ઉદેશા અનિલ તાલુકા પ્રથમ-ગિટાર વાદન લબકામણા પ્રિન્સ તાલુકા પ્રથમ-હળવું કંઠય સંગીત લાબકામણા પ્રિન્સ તાલુકા પ્રથમ-વાદન વિભાગમાં ઝાલા પ્રકાશ તાલુકા દ્વિતીય-તબલા વાદનમાં જાદવ અનિરુધ્ધ તાલુકા તૃતિય-સમૂહ ગીત માં ધોરણ 12ની બહેનોની ટીમ તાલુકા દ્વિતીય-સમૂહ ગીતમાં ધોરણ 11ની બહેનોની ટીમ તાલુકા તૃતિય-ચિત્ર સ્પર્ધામાં ચૌહાણ ભવાની તાલુકા તૃતિય-વકતૃત્વ સ્પર્ધામાં સાપરા રાધા તાલુકા દ્વિતીય આવેલ.આ વિદ્યાર્થીઓની ઝળહળતી સિદ્ધિ બદલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સરલાના આચાર્ય વારિસભાઈ ભટ્ટા અને સ્ટાફ મિત્રો પલકભાઈ પ્રજાપતિ, સતિષભાઈ કોશિયા એ વિધાર્થીઓને શુભેચ્છઓ પાઠવી હતી.વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાઓ માટે ગાઈડ ની ભૂમિકા અંગેજીના ઉત્સાહી શિક્ષિકા અસ્મિતાબેન જોટાણીયા દ્વારા સરસ રીતે ભજવવવામાં આવી હતી.જેમના માર્ગદર્શન થકી શાળાએ તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો