રિપોર્ટ. લતીફ સુમરા
આજ રોજ ડીસા ટ્રાફિક પોલીસ દ્વારા શાળાની અંદર ભણતા વિદ્યાર્થીઓ શાળા છૂટ્યા સમય ટુ વ્હીલર વાહન લઇને ખુબજ સ્પીડમાં જતા જોવા મળે છે જેમાં વધુ પ્રમાણમાં અકસ્માત ન થાય તે માટે ડીસા ટ્રાફિક પોલીસ દ્વારા શાળાઓમાં જઈને બાળકોને ટુ વ્હીલર ન ચલાવે તેવી સૂચનાઓ આપવામાં આવી હતી અને જેમાં તેમના વાલીઓ પણ જાણ કરવામાં આવી હતી કે શાળામાં જતા વિદ્યાર્થીઓને ટુ વ્હીલર ચલાવવા ન આપે તેવી સૂચના આપવામાં આવી હતી કે જેમાં લાયસન્સ વગર ટુ વ્હીલર ચલાવવા આપવું નઈ અને જો કોઈ વિદ્યાર્થી ટુ વ્હીલર લઈને આવતા દેખાશે કાયદાની જોગવાઈ પ્રમાણે કાયદેસર કાર્યવાહી આવશે જેમાં વાહન જપ્ત કરી લેવામાં આવશે તમામ વાલીઓએ નોંધ લેવી જેમાં ડીસા ટ્રાફિક પોલીસ પી. એસ. આઈ આર વી. ડાભી. સિટી ટ્રાફિક ઇન્ચાર્જ દિલીપભાઈ પ્રજાપતિ. ઇકબાલભાઈ ઘાસુરા. હાજર રહ્યા હતા જેમાં સ્કૂલ સ્ટાફ ને પણ સૂચના આપવા માટે જણાવેલ