પાવીજેતપુર એસબીઆઇના ભૂત પૂર્વ બેન્ક મેનેજર દ્વારા જે તે સમય દરમિયાન બેન્ક તથા ખાતાધારકો સાથે વિશ્વાસઘાત કરી ૩૬,૮૮,૬૫૮/- રૂપિયા ની છેતરપિંડી કરાતા તાજેતરના બેન્ક મેનેજર દ્વારા પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
પ્રાપ્ત માહિતી મુજબ ૧૦/૦૬/૨૦૧૯ થી ૧૯/૦૬/૨૦૨૧ દરમિયાન બેંક મેનેજર તરીકે નોકરી કરનાર
પ્રસુનકુમાર રાજેંદ્રભાઈ શ્રીવાસ્તવ રહે.કચ્ચા મલક રોડ ક્રિપાલ આશ્રમ સીન્દર નગર જાગરોન , લુધીયાના ( પંજાબ ) નાઓ પોતાની બેંકમા ફરજ દરમ્યાન બેંકમા અલગ અલગ લોન ખાતાઘારકોએ લોન ભરવા આપેલા કુલ રૂ . ૨૬,૯૨,૦૭૩ / - ખાતામાં જમા ન કરાવી ખાતાઘારકોને એન.ઓ.સી ( બોજો મુકતી ) આપી તેમજ પોતાના હોદાની રૂએ ચા નાસ્તો , જમવા તેમજ સેનેટાઈઝર ખર્ચ અંગેના અલગ અલગ કુલ ૨૬૭ બીલ જાતેથી ખોટા બનાવી ખોટા છે તેમ જાણવા છતા તેનો ખરા તરીકે ઉપયોગ કરી
રૂ .૬,૭૮,૨૭૦ / -મંજુર કરાવી લાભ મેળવેલ જે નાણા ( ૧ ) દીલીપભાઈ ઘનજીભાઈ રોહીત ( ૨ ) પ્રફુલભાઈ રસીકભાઈ રાઠવા ( ૩ ) કિરણભાઈ બાબુભાઈ નાયકા નાઓના ખાતા મા જમા કરાવી ભેગા મળી ઉપાડી લઈ તેમજ રમેશભાઈ પુનાભાઈ રાઠવા તથા પુનાભાઈ કાલુભાઈ રાઠવા રહે . દેવળીયા તા.જી.છોટાઉદેપુરનાઓનુ સંયુકત ખાતુ આવેલ હોય જેમા પુનાભાઈ નાઓ મરણ જતા તેમના ખાતામા રૂ .૧,૧૮ ૩૧૫ / - જમા હોય જે ખાતુ ખાતાઘારકને જાણ કર્યા સિવાય બંઘ કરી અન્ય રમેશભાઈ hu kiનાઓના ખાતામા નાણા જમા કરાવી દીલીપભાઈ નાઓ ખાતાઘરાકને જાણ કર્યા સિવાય ઉપાડી લઈ તેમજ જ્ઞાનેશ્વરકુમાર તડવી નાઓ મરણ જતા તેમના વારસદાર શનીબેનને વિમાની મળેલ રૂ .૨,૦૦,૦૦૦ / -અન્ય ખાતાઘારક લલીતાબેન નાઓના ખાતાઘારકનુ નામ શનીબેન કરી તેમા જમા કરાવી અલગ અલગ CSP OUTLET ટ્રાન્જેકશન દ્રારા ભુપેંદ્રભાઈ ઈશ્વરભાઈ રહે . નાની રાસલી તથા દીલીપભાઈ ઘનજીભાઈ રોહીત રહે , મોટી આમરોલ તા.જેતપુરપાવી જી , છોટાઉદેપુર હાલ રહે , આશીર્વાદ પાર્ક સોસાયટી બોડેલી તથા દીનેશભાઈ કંચનભાઈ રાઠવા રહે.કોલીયારી નિશાળ ફળીયા તા.જેતપુર પાવી જી.છોટાઉદેપુરનાઓ ભેગા મળી કાવતરૂ રચી બેંક મેનેજરે પોતાના હોદાનો દુર ઉપયોગ કરી બેંક તેમજ ખાતા ઘારકો સાથે વિશ્વાસઘાત કરી કુલ કિરૂ .
૩૬,૮૮,૬૫૮ / -ની છેતરપિંડી કરી ગુનો કર્યા અંગે વર્તમાન મેનેજરને ધ્યાને આવતા મેનેજર પ્રસુનકુમાર રાજેન્દ્રભાઈ શ્રીવાસ્તવ, દિલીપભાઈ ધનજીભાઈ રોહિત રહે. મોટી આમરોલ, પ્રફુલભાઈ રસિકભાઈ રાઠવા રહે મોટી આમરોલ રહે. મોટી આમરોલ, કિરણભાઈ બાબુભાઈ નાયકા રહે મોટી આમરોલ, દિનેશભાઈ કંચનભાઈ રાઠવા રહે. કોલીયારી, ભુપેન્દ્રભાઈ ઇશ્વરભાઇ રાઠવા રહે. નાની રાસલી ના ઓ વિરુદ્ધ પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આમ, પાવીજેતપુર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ બેંક મેનેજર તેમજ તેઓના ૬ સાગરીતો વિરુદ્ધ વર્તમાન બેંક મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવતા પાવી જેતપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.