રાજુલાના માંડળ ગામે મકાન પર મહાકાય વૃક્ષ ધરાશયી થતાં મકાનને ભારે નુકસાન થયું.

રાજુલા તાલુકાના માંડળ ગામે મહાકાય પીપર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી. માંડળ ગામે રહેતા ભોળાભાઇ રામજીભાઇ હડિયાના મકાન પર એક મહાકાય પીપર વૃક્ષ પડ્યું હતું. વૃક્ષ મકાન પર પડતા મકાનને ભારે નુકસાન થવા પામ્યું હતું. અને મકાનની છત ઉપરના નળીયાઓ પણ ભાગી ગયાં હતાં. જોકે સદનસીબે આ રહેણાંક મકાનમાં કોઈ પરિવાર હાજર ન હોવાથી જેને લઈ મોટુ દુર્ઘટના ટળી હતી. જ્યારે આ બાબતે ગત 31/12/2024 ના રોજ માંડળ ગામમાં આ મહાકાય પીપર વૃક્ષને જમીનદોષ કરવા માટે ગામના સરપંચ પ્રતિનિધિ ગોવિંદભાઈ વાળા તેમજ સ્થાનિક મકાન માલિક દ્વારા મામલતદાર, માર્ગ મકાન વિભાગ વિભાગ(આર.એન.બી) તથા વન વિભાગ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી. છતાંપણ તંત્ર દ્વારા આ બાબતની ગંભીરતા ન લેતા અંતે મહાકાય પીપર વૃક્ષ મકાન પર પડ્યું હતું જેથી મકાનને ભારે નુકસાન થવા પામ્યું હતું. ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગે રહ્યું છે. અહીં છેલ્લા ચારચાર મહિનાઓથી સરપંચ તથા સ્થાનિક મકાન માલિક દ્વારા રજૂઆતો કરીને ધકકાઓ ખાઈ રહ્યા હતાં છતાંપણ તેમના પ્રશ્નનું નિરાકરણ ન કરવામાં આવતા તંત્રની લાપરવાહી સામે આવી છે. ત્યારે હવે આ ઘોર નિંદ્રામાં સુતેલું તંત્ર જાગશે ખરા તેવા વૈદિક સવાલ ઉઠ્યો છે. તંત્ર દ્વારા વહેલી તકે મકાનને નુકસાન થયેલનું વળતર આપવામાં આવે તેવી સરપંચ તેમજ મકાન માલિક દ્વારા માંગ કરવામાં આવી છે.

વીરજી શિયાળ